હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધી ગુજરાત વિકટીમ કોમ્પનસેસન સ્કીમ ૨૦૧૯ અંતર્ગત DLSA કચેરી દ્વારા
વર્ષ ૨૦૨૫માં કુલ ૩૮ વિકટીમ ને કુલ રૂ. ૮૮,૭૫,૦૦૦ પુનર્વસન માટે ચૂકવાયા UTRC (સુપ્રિમ કોર્ટ)ના હુકમ મુજબ જિલ્લા લેવલના સક્ષમ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ રેકમેન્ડેશન

ખંભાળીયાઃતા.૧૯, લિગલ સર્વિસીસ ઓથોરીટી એકટ, ૧૯૮૭ ની કલમ ૧૨(જી) મુજબ જેલમાં રહેલા કેદી / આરોપી ઓ મફત અને સક્ષમ કાનૂની સહાય મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે. ઓવરકાઉડેડ જેલમાંથી કેદી / આરોપીની સંખ્યામાં ઘટાડો થાય અને ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ ઝડપી બને તે હેતુસર સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા Writ Petition (s) (Civil) No.(s). ૪૦૬/૨૦૧૩ (ય્e-Inhuman Condition in 1382 Prisons) ના કેસમાં અન્ડર ટ્રાયલ રીવ્યુ કમિટિ (UTRC) ની રચના કરવા અંગેના ડાયરેકશન આપવામાં આવેલ છે. જે મુજબ નેશનલ લિગલ સર્વિસીસ ઓથોરીટી (NALSA) દ્રારા સ્ટાર્ન્ડડ ઓપરેટીંગ પ્રોસીઝર (SOP) બનાવામાં આવેલ છે જે મુજબ દર ત્રણ મહિનાના અંતે UTRC ની મિટિંગનું આયોજન કરવાનું ડાયરેકશન આપવામાં આવેલ છે.
જેમાં NALSA ની સ્ટાન્ડડ ઓપરેટીંગ પ્રોસીઝર મુજબ જુદી જુદી ૧૬ કેટેગરી બનાવામાં આવેલ છે, જે કેટગરી મુજબ અન્ડર ટ્રાયલ કેદીઓ ની પાત્રતા મુજબ રેકમેન્ડેશન કરવામાં આવે છે.
ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ ના એકઝીકયુટીવ ચેરમેન જસ્ટીસ એ.વાય.કોગજે સાહેબ તથા મેમ્બર સેક્રેટરી એચ.એમ. પવાર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં કવાર્ટલી UTRC મિટિંગનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ “Schedule of the Quarterly UTRC Meetings -2026” & “Role of the Legal Services Institution to Strengthen the Process” અન્વયે જાન્યુઆરી થી માર્ચ -૨૦૨૬ ની શ્વ્ય્ઘ્ મિટિંગ નું આયોજન કરવા અંગે સુચના આપવામાં આવેલ.
જે અન્વયે દેવભૂમિ દ્રારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન ની અધ્યક્ષતામાં અન્ડર ટ્રાયલ રીવ્યુ કમિટિ (UTRC) ની રચના કરવામાં આવી છે. જેમાં મેમ્બરર્સ તરીકે (૧) જિલ્લા કલેકટર , (૨) DLSA ના સેક્રેટરી (કો-ઓર્ડીનેટર), (૩) જિલ્લા પોલિસ અધિક્ષક , (૪) મુખ્ય જિલ્લા સરકારી વકિલ, (૫) જેલ અધિક્ષક રહેલા છે. જે કમિટિ દ્રારા કવાર્ટલી મિટિંગનું આયોજન કરી NALSA ની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર મુજબ જુદી જુદી ૧૬ કેટેગરી માં સમાવેશ થતા આરોપી/કેદીઓ ત્વરીત જેલ મુકત થાય તેવી કાર્યવાહી કરવા માટે જરૂરી લિગલ એઈડ આપી જેતે આરોપી / કેદી ની જામીન અરજી હાઈકોર્ટ સુધી ત્વરીત થઈ શકે તે માટે DLSA દ્રારા જરૂરી લિગલ એઈડ પૂરી પાડી પરીણામાલક્ષી કાર્યવાહી કરવામાં આવે છે. જે અન્વયે તારીખઃ૧૫/૦૧/૨૦૨૬ ની મિટિંગ માં કુલ ૨૦ અન્ડર ટ્રાયલ કેદી ને રિકમેન્ડેડ કરી જેલ મુકત થાય તેવી કાર્યવાહી કરવામાં આવેલ.
સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા Writ Petition (s) (Civil) No.(s). 295/2012 (S. Rajaseekaran Vs. Union of India) ના કેસમાં આપવામાં આવેલ ડાયરેક્શન મુજબ The Compensation to the Victim of Hit and Run Motor Accident Scheme,2022 ના અમલીકરણ પર દેખરેખ રાખવા તથા મોનીટરીંગ કમિટી ની રચના કરવામાં આવેલ છે, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સેક્રેટરી શ્રી અધ્યક્ષ તરીકે રહેલા છે તથા અન્ય મેમ્બર તરીકે ક્લેઈમ ઇન્કવાયરી ઓફિસર તથા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રહેલા છે. જે કમિટી ની મિટિંગ તારીખઃ ૧૫/૦૧/૨૦૨૬ ના રોજ મળેલ હતી જેમાં વર્ષ - ૨૦૨૫ માં જિલ્લા માં નોંધાયેલ હિટ એન્ડ રન અંગે ના કેસો માં ચૂકવાયેલ વળતર અંગે ની સમીક્ષા કરી જે કેસો માં વળતર ચૂકવવાનું પેન્ડિંગ છે તેવા કેસો માં સક્ષમ ઓથોરિટી દ્વારા ત્વરિત વળતર ચૂકવાઈ જાય તે અંગે ચર્ચા કરવામાં આવેલ.
ધી ગુજરાત વિકટીમ કોમ્પનસેસન સ્કીમ ૨૦૧૯ અંતર્ગત ભોગ બનનાર તથા પીડિતોને નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે, જેમાં નાણાકીય સહાય ચૂકવતી વખતે તે પીડિત / ભોગ બનનાર ને કેવી ઈજા થયેલ છે, કોઈ સારવારની જરૂર પડેલ છે, સારવાર દરમિયાન કેટલો ખર્ચ થયેલ છે આ હિંસા કે ઈજા ના લીધે ભોગ બનનારને અલગ અલગ યાતનાઓ માંથી કેટલું પસાર થવું પડ્યું છે , તેવા વિવિધ પાસઓ ચકાસી વળતર ચૂકવવામાં આવતું હોય છે, આ આ વિકટીમ કોમ્પનસેશન કમિટી માં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ હોદ્દા ના રુએ અધ્યક્ષ રહેલા હોય છે તથા મેમ્બર્સ તરીકે જિલ્લા કલેકટર , જિલ્લા પોલીસ અધિક્ષક , જનરલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ રહેલા હોય છે. વર્ષ - ૨૦૨૫ માં કમિટી દ્વારા કુલ ૩૮ વિક્ટિમ ને કુલ રૂ. ૮૮,૭૫,૦૦૦/- વળતર સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયા દ્વારા ચૂકવી વિક્ટિમ ના પુનઃવસન ના ઙ્કો -એક્ટિવ પગલા લેવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્રારકા જિલ્લામાં સુપ્રીમ કોર્ટ તથા NALSA દ્વારા આપવામાં આવેલ ડાયરેક્શન અન્વયે કરવામાં આવેલ પ્રો એક્ટિવ કામગીરી જિલ્લા વહીવટી તંત્ર, પોલિસ તંત્ર, જેલ ઓથોરીટી, પ્રોસીકયુશન સાથે સંકલન કરી પરીણામલક્ષી કાર્યવાહી કરવામાં આવેલ જે DLSA ના સચિવ ની અખબાર યાદીમાં જણાવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
