<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

જામનગરના દારૂના ગુન્‍હામાં પોણા બે વર્ષથી ફરાર શખ્‍સ ઝડપાયો

 

જામનગરઃ તા.૧૯, સીટી સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના   પ્રોહિબીશન એકટની કલમ-  મુજબના ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતા-ફરતા આરોપી - હિરાભાઇ રામચંદભાઈ મોરસીયા (ઠાકોર) ઉ.વ.૩૮ રહે. દેવગામ, તા.રાઘનપુર જી.પાટણ નાઓને તેના  મકાન ખાતેથી પકડી પાડી સીટી સી ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી એસ્‍કોન્‍ડર/પેરોલ ફર્લો સ્‍કવોડના પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર   પી.એન.મોરી તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોંયડા, સુરેશભાઈ ડાંગર, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પે.કોન્‍સ. દિલીપસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્‍સ બંળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે

(1:51 PM IST)