<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

જિલ્લા પંચાયત જામનગર દ્વારા પ્રકાશિત થનાર વર્ષ ૨૦૨૬-૨૭ની મેજડાયરી/કેલેન્ડર માટે શુભેચ્છા જાહેરાત આપી શકાશે : ગુજરાત સરકારના મંત્રીમંડળ, જુદા-જુદા વિભાગો સહિતનો મેજડાયરીમાં સમાવેશ કરાશે

મેજડાયરી થકી જિલ્લાની જનતાને પંચાયતી માળખાની તેમજ અનેક વિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થશે : જિલ્લાની જનતાને પંચાયતી માળખાની તેમજ અનેક વિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯  :  જિલ્લા પંચાયત જામનગર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ની માહિતીસભર મેજ ડાયરી લોકભાગીદારીથી પ્રકાશિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારના મંત્રીમંડળ, જુદા-જુદા વિભાગો, જામનગર અને અન્ય જિલ્લાઓની માહિતી, જામનગર શહેર/જિલ્લા તેમજ તાલુકા કક્ષાની તમામ અગત્યની સરકારી કચેરીઓના નામ તેમજ ફોન નંબરનો મેજડાયરીમાં સમાવેશ કરાશે. જેના થકી જિલ્લાની જનતાને પંચાયતી માળખાની તેમજ અનેક વિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થશે.

આ મેજડાયરીમાં સંસ્થાઓ શુભેચ્છા જાહેરાત પણ આપી શકશે. જેના ભાવો આ મુજબ છે. ફૂલ પેઈઝ (સાઇઝ:૯.૫૦” * ૭.૨૫”), હાફ પેઈઝ, ક્વાટર પેઇઝ, ૧/૮ પેઇઝ, ૧/૧૬પેઇઝના ફોર કલરમાં જાહેરાતના દર અનુક્રમે રૂ.૩૦,૦૦૦, રૂ.૧૫૦૦૦, રૂ.૭૫૦૦, રૂ.૩૭૫૦, રૂ.૨૦૦૦ તથા સિંગલ કલરમાં જાહેરાતના દર અનુક્રમે રૂ.૨૦,૦૦૦, રૂ.૧૦,૦૦૦, રૂ,૫૦૦૦, રૂ.૨૫૦૦, રૂ.૧૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે. 

લોકભાગીદારીથી જાહેરાતો મેળવી તેમજ મેળવેલ જાહેરાતોના મુસદ્દા બટરપેપરમાં તૈયાર કરીને જાહેરાતની રકમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગરના નામનો એકાઉન્ટ પેઇ ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે જિલ્લા પંચાયતની સામાન્ય શાખામાં તા.૨૭-૦૧-૨૦૨૬ સુધીમાં મોકલવાનો રહેશે. તેમ જિલ્લા પંચાયત જામનગર, સમાન્ય શાખા દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

 

(3:13 PM IST)