હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં તા.૨૧ થી ૨૪ તથા તા.૨૮-૨૯ જાન્યુઆરીએ યોજાનાર JEE મેઈન્સની પરીક્ષા કેન્દ્રોના ૩૦૦ મીટરના વિસ્તારમાં કોપિયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર
પરીક્ષા તા.૨૧ થી તા.૨૪ જાન્યુઆરી તથા તા.૨૮-૨૯ જાન્યુઆરી દરમિયાન જામનગર જિલ્લામાં આત્મીયા ગ્લોબલ આઇટી સોલ્યુશન, મહાપ્રભુજીની બેઠક, પોલીસ સ્ટેશન સામે કાલાવડ રોડ જામનગર ખાતે યોજાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી નવી દિલ્હી દ્વારા આયોજિત JEE મેઇન્સની પરીક્ષા તા.૨૧ થી તા.૨૪ જાન્યુઆરી તથા તા.૨૮-૨૯ જાન્યુઆરી દરમિયાન જામનગર જિલ્લામાં આત્મીયા ગ્લોબલ આઇટી સોલ્યુશન, મહાપ્રભુજીની બેઠક, પોલીસ સ્ટેશન સામે કાલાવડ રોડ જામનગર ખાતે યોજવામાં આવશે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.
પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે
પરીક્ષા કેન્દ્રની આજુબાજુના ૩૦૦ મીટર વિસ્તારની હદમાં આવેલા સાયબર કાફે તથા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ (સરકારી/અર્ધ સરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપિયર મશીન ધારકોએ તા.૨૧-૧ થી તા.૨૪-૧ તથા તા.૨૮-૨૯ જાન્યુઆરીના રોજ સવારના ૮:૦૦ કલાકથી સાંજે ૬:૩૦ કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
