તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 19th January 2026
જુનાગઢમાં પ્રશાંતભાઈ કોરાટને શુભેચ્છા પાઠવતા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા
ગુજરાત ભારતીય જનતા પાર્ટીમા પ્રદેશ મહામંત્રી બન્યા બાદ સૌ પ્રથમવાર જૂનાગઢ શહેરમાં અઆવતા સ્વાગત કરાયું

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૯ : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ મહામંત્રી બન્યા બાદ સૌ પ્રથમ જૂનાગઢ શહેર માં જવાહર રોડ આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આવતા શેઠ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્ય માં પ્રશાંત ભાઈની ગોળતુલા પૂજ્ય સંતો મહંતો તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તા ભાઇઓ તથા મહિલા મંડળ ના સભ્યો ની હાજરી માં કરવામાં આવી હતી.
આ શુભ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ પ્રશાંતભાઈ કોરાટને અભીનંદન સાથે શુભેરછા પાઠવી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
