<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

કચ્છના મુન્દ્રા પાસે કારે બાઇકને ઉલાળતાં જીઆરડી જવાનનું મોત

બાઈકથી પ્રાગપર પોલીસ સ્ટેશન તરફ જતા હતા ત્યારે કાર ચાલકે બાઇકને હડફેટે લઈ ઉલાળતાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મૃત્યુ થયું

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો વણથંભ્યો ચાલુ જ છે. વધુ એક માર્ગ અકસ્માતમાં જીઆરડી જવાને જીવ ગુમાવ્યો હતો. મુન્દ્રા તાલુકા ના પ્રાગપર પોલીસ સ્ટેશન નજીક કાર હડફેટે બાઈક ચાલક જીઆરડી જવાનનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. મુન્દ્રા તાલુકાના વવાર ગામના વતની અને જીઆરડી કર્મચારી તરીકે ફરજ બજાવતા મેઘરાજ ભાઈ કારિયા (ગઢવી ઉંમર 46)નું પોતાની બાઈકથી પ્રાગપર પોલીસ સ્ટેશન તરફ જતા હતા ત્યારે કાર ચાલકે બાઇકને હડફેટે લઈ ઉલાળતાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મૃત્યુ થયું હતું. 

મુન્દ્રા પોલીસ મથકના પીએસઆઈ ડામોર અને ઝીરોપોઇન્ટ પોલીસ ચોકીના જયેન્દ્રસિંહ ઝાલા જનરલ હોસ્પીટલ પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવબનતા વવાર ગામના સરપંચ બાબુભાઈ ગઢવી, ચારણ સમાજ ના પ્રભુભાઈ ગઢવી, મુન્દ્રા સુધરાઇના ચેરમેન અને મુન્દ્રા તાલુકા ચારણ સમાજના મહામંત્રી ભોજરાજભાઈ ગઢવી તેમજ અગ્રણીઓ અને ગામના અગ્રણીઓ પણ જનરલ હોસ્પીટલ પહોંચી આવ્યા હતા. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(6:27 PM IST)