હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 19th January 2026
ગુરુવારે અધ્યયન મંડળ મોરબી દ્વારા 50 મી કાર્યશાળાનું આયોજન.
"શિક્ષણમાં ભારતીયતા : વર્તમાન અને ભાવિ" વિષય પર વક્તવ્ય રજૂ થશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :અધ્યયન મંડળ મોરબી દ્વારા આગામી તારીખ 22 જાન્યુઆરી ને ગુરૂવારના રોજ રાત્રે 9 થી 10:15 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર નવા હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે 50મી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં "શિક્ષણમાં ભારતીયતા : વર્તમાન અને ભાવિ" (ભાગ-2) વિષય પર સૌરાષ્ટ્ર પ્રાંત અભિલેખાગાર પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ વક્તા તરીકે ઉપસ્થિત રહીને વક્તવ્ય રજૂ કરશે. અધ્યયન મંડળ મોરબી દ્વારા આયોજિત આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
