<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કચ્છના રાપરમાં માનસિક અસ્વસ્થ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ૧૨ દિવસમાં જ ચાર્જશીટ

રાપર પોલીસની ઝડપી કાર્યવાહી, આવું હીન કૃત્ય આચરનાર બુટલેગર વિરુદ્ધ લોકોમાં ફિટકાર બાળા ઉપર થયેલ બળાત્કાર(પોકસો) ના ગુનામા ૧૨ દિવસોમા ચાર્જસીટ કરતી રાપર પોલીસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ :  ગત તા.૦૬/૦૧/૨૦૨૬ ના રોજ કચ્છના રાપરના નવાપરા વિસ્તાર પેટ્રોલ પંપની પાછળ આવેલ બાવળોની ઝાડીઓમા સગીરવયની માનસિક અસ્થિર મગજની દિકરીને લલચાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચરવાના બનાવે સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી હતી. દરમ્યાન પોલીસ ઇન્સપેકટર જે.બી.બુબડીયાએ બાતમીના આધારે દુષ્કર્મ આચરનાર આરોપી શિવા મોહનભાઇ કોલી (પારકરા) ઉવ ૨૯ રહે.નવાપરા વિસ્તાર રાપર કચ્છ વાળાની તાત્કાલિક પગલાં ભરી ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ હતો. આ ગુનામા આરોપી શિવા કોળી વિરુધ્ધ મેડીકલ પુરાવાઓ તથા સંયોગીક પુરાવાઓ એકઠા કરી કબ્જે લઇ પુથ્થકરણ અર્થે એફ.એસ.એલ. કચેરી રાજકોટ ખાતે મોકલાવી આરોપી વિરુધ્ધ ગણતરી ના ૧૨ દિવસોમા ચાર્જશીટ તૈયાર કરી ભચાઉ કોર્ટમાં રજૂ કરી છે. જોકે, ફિટકાર સર્જતું કૃત્ય આચરનાર આરોપી શિવા કોળી બુટલેગર છે અને તેની સામે દારૂ અંગેના ગુના નોધાઇ ચૂક્યા છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:31 AM IST)