<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષા માટે મોટું અપડેટ

૨૨ - ૨૩ દરમિયાન કાશ્મીર અને હિમાચલ પ્રદેશના મેદાની વિસ્તારોમાં ભારેથી અતિ ભારે હિમવર્ષા: વેધરમેન ઉતમ માળી

ટંકારા તા.૨૦ : ૨૨ અને ૨૩ જાન્યુઆરી દરમિયાન કાશ્મીર અને  હિમાચલ પ્રદેશમાંના મેદાની વિસ્તારોમાં ભારે થી અતિ ભારે હિમવર્ષા થવાની દ્રઢ શક્યતા છે.

     ..હાલના વિશ્લેષણ મુજબ, ૨૨ જાન્યુઆરીની રાતથી કાશ્મીરના મોટા ભાગના મેદાની વિસ્તારોમાં સીઝનની પહેલી હિમવર્ષાની શરૂઆત થવાની સંભાવના છે.

        ૨૩ જાન્યુઆરીએ, ઉત્તર કાશ્મીર અને મધ્ય કાશ્મીરમાં મધ્યમથી ભારે હિમવર્ષા થવાની શક્યતા: હિમાચલ પ્રદેશમાં ઉત્તરકાશી કેદારનાથમાં પણ ભારે  ૨૨ થી ૨૪ જાન્યુઆરીની સવાર સુધી, સાઉથહિમવર્ષા જોવા મળશે.

   ખાસ નોંધનીય બાબત  કાશ્મીરના મધ્ય અને મેદાની વિસ્તારોમાં ભારેથી અતિ ભારે હિમવર્ષા શક્ય છે. સાથે સાથે હિમાચલ ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા જોવા મળવાની છે. 

 અંદાજિત હિમ સંગ્રહ (એક્યુમિલેશન) દક્ષિણ કાશ્મીર (મેદાન): આશરે ૮ ઇંચથી ૨ ફૂટ સુધી:  મધ્ય અને ઉત્તર કાશ્મીર (મેદાન): આશરે ૬ ઇંચથી ૧ ફૂટ સુધીનો સારો હિમવર્ષાનો સ્પેલ.(જયેશ ભટાસણા અકિલા ટંકારા)

(9:38 AM IST)