<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કાગવડ ખોડલધામના દર્શને પ્રશાંત કોરાટ, રમેશભાઈ ધડુક, હિરેન હિરપરા, અંજુબેન, નીરવભાઈ અમીન : નરેશ પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારો ખેસ પહેરાવીને શુભેચ્‍છાઓ પાઠવી

વિરપુર(જલારામ) : ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારો લેઉવા પટેલ સમાજના આસ્‍થાના કેન્‍દ્ર ખોડલધામ ખાતે શિશ ઝુકાવી મા ખોડલના આશીર્વાદ લીધા હતા, પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્‍યા બાદ પ્રથમ વખત પ્રશાંત કોરાટ ખોડલધામ ખાતે દર્શન કરવા આવ્‍યા હતા, તેમની સાથે પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક,કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરા, મહિલા મોરચાના અંજુબેન તેમજ નીરવભાઈ અમીન પણ ઉપસ્‍થિત રહ્યા હતા.આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્‍ટ દ્વારા તમામ પ્રદેશ હોદ્દેદારોનું માતાજીનો ખેસ પહેરાવી ભવ્‍ય સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યું હતું, તેમજ પ્રદેશ સંગઠનના આગેવાનોના આગમનને લઈ રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્‍યામાં ખોડલધામ મંદિર ખાતે ઉમટી પડ્‍યા હતા,અને દર્શન દરમિયાન ભક્‍તિભાવ અને ઉત્‍સાહભર્યું વાતાવરણ જોવા મળ્‍યું હતું. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે મીડિયા સાથે વાત કરતાં જણાવ્‍યું હતુ કે પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી મળ્‍યા બાદ આજે મા ખોડલના આશીર્વાદ મેળવવા ખોડલધામ આવ્‍યા છીએ,ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂકયો છે, તે વિશ્વાસ પર ખરો ઉતરવા સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરીશ,સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે અને પાર્ટી વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરશું,સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે તમામ પ્રદેશ હોદ્દેદારોને શુભેચ્‍છા પાઠવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ કિશન મોરબીયા-વિરપુર(જલારામ)

(10:24 AM IST)