News of Tuesday, 20th January 2026
કચ્છના આદિપુરની પી.એમ. આંગડિયા પેઢીના સંચાલકનો ભેદી આપઘાતઃ મર્સિડીઝ કાર બહાર મૂકી શેલ્ટર હોમમાં ગળેફાંસો
ચકચાર સર્જતા દિલીપભાઈ ઉર્ફે ઘનશ્યામ રતિલાલ ઠક્કરના આપઘાતનું પ્રાથમિક કારણ હેગિંગ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ, આંગડિયા પેઢીના વ્યવહારો અને ફોનની તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦: આંગડિયા વ્યવસાયમાં આગળ પડતું સ્થાન ધરાવતી પી.એમ. આંગડિયા પેઢીના આદિપુર ઓફિસના સંચાલક દિલીપભાઈ ઉર્ફે ઘનશ્યામ રતિલાલ ઠક્કર (ઉ.૫૨) એ ગળે ફાંસો ખાઈ જીવ દેતાં ચકચાર મચી જવા પામી છે.
શનિવારે બપોરે ઘેરથી જમીને નીકળ્યા બાદ દિલીપભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ ઠક્કર રાત્રે ઘેર પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન સંઘડ જોગણીનાર રોડ તરફ આવેલ જૂના શેલ્ટર હોમ બહાર તેમની મર્સિડીઝ કાર પાર્ક થયેલી જોવા મળી હતી. જેને પગલે તપાસ કરી મોબાઈલની રિંગ વગાડતા તેના અવાજના આધારે શેલ્ટર હોમની અંદર તપાસ કરતાં બીમના સળિયામાં દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મળતદેહ લટકતો જોવા મળ્યો હતો. આ બાબતે મળતકના નાનાભાઈ દિનેશભાઈ એ કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મળતકના આપઘાતનું કારણ હેગિંગ હોઈ શકે છે. પોલીસે તેમની પેઢીના આંગડિયા વ્યવહારો તેમ જ મોબાઈલ ફોન ના ડિટેઈલ્સ ની તપાસ હાથ ધરી છે. દરમ્યાન પ્રતિષ્ઠિત પરિવારના લોહાણા ધંધાર્થીના ભેદી સંજોગોમાં આપઘાત કરવાના બનાવે ચકચાર સર્જી છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
