હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૦: પાટડીઃ દસાડા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય પી.કે. પરમાર સામે ફરી એકવાર જનતાનો ભારે રોષ જોવા મળ્યો છે. પાટડી તાલુકાના સુરેલ ગામમાં નવનિમત પંચાયત ઘરના લોકાર્પણ પ્રસંગે ગયેલા ધારાસભ્યનો એક જાગળત નાગરિકે ભરી સભામાં ઉધડો લીધો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય કયારેય ગામની મુલાકાતે આવ્યા નથી અને હવે માત્ર ફોટા પડાવવા માટે લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સભા દરમિયાન જ્યારે નાગરિકે પ્રશ્નો પૂછયા, ત્યારે ધારાસભ્યના ખાસ ગણાતા સ્થાનિક આગેવાન જેઠાભાઈ સોમેશ્વરાએ પ્રશ્ન પૂછનાર વ્યક્તિને ધક્કા મારી બહાર કાઢવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચકયો હતો.
સુરેલ ગામ સહિત દસાડા પંથકમાં ખેડૂતો અને સામાન્ય જનતામાં પ્રાથમિક સુવિધાઓને લઈને તીવ્ર અસંતોષ છે. ગ્રામજનોનું કહેવું છે કે જે કામો અગાઉના શાસનમાં મંજૂર થતા હતા, તે જ રૂટિન કામો અત્યારે થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિક જમીની પ્રશ્નો ઉકેલાતા નથી. દસાડા વિધાનસભામાં અવારનવાર ધારાસભ્યનો વિરોધ સત્તા પક્ષના કાર્યકરો અને જનતા દ્વારા થઈ રહ્યો છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM