<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

પોરબંદરના પીઝા સેન્‍ટરમાં મહિલા દ્વારા તોડફોડ : સમાધાન માટે ૧૬ લાખ માંગ્‍યા

પીઝા સેન્‍ટરના ડીલીવરી બોય વિજયના પત્‍ની મંજુબેને જણાવેલ કે મારા પતિને દારૂના ખોટા કેસમાં ફસાવી દીધો : તોડફોડથી કોમ્‍પ્‍યુટર અને સીસીટીવી કેમેરાને નુકશાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૦ : ડોમીનોઝ પીઝા સેન્‍ટરના ડીલીવરી બોય વિજય હાજાભાઇ અને પીઝા સેન્‍ટરના ઇન્‍ચાર્જ કર્મચારી અનિલ  બન્ને વચ્‍ચે માથાકુટ બાદ ડીલીવરી બોયના પત્‍ની મંજુબેને ઉશ્‍કેરાઇને પીઝા સેન્‍ટરમાં તોડફોડ કરીને કોમ્‍પ્‍યુટર અને સીસીટીવી કેમેરા તોડીને નુકશાન કર્યુ હતું. ડીલીવરી બોય વિજયના પત્‍નીએ તેના પતિ વિજયને દારૂના ખોટા  કેસમાં ફસાવી દીધાનું જણાવીને સમધાન માટે ૧૬ લાખની માંગણી કરી હતી.

ડોમીનોઝ પિઝાના ડીલવરી બોય અને ઈન્‍ચાર્જ કર્મચારી અનિલ આમને સામને આવ્‍યો બાદ કમલાબાગ પોલીસે વિજય હાજાભાઇ મોકરીયા સામે કેસ દાખલ કર્યો બાદ મામલો વધુ ગરમાયો છે ડીલવરી બોય વિજયએ  પિઝાના ઇન્‍ચાર્જ કર્મચારી અનિલ રાંદલપરા સામે ખોટા કેસમાં ફસાવવા  પોલીસને ૪૦,૦૦૦ હજાર આપ્‍યા હોવાના આક્ષેપો કર્યા છે.  કમલાબાગ પોલીસે તમામ આક્ષેપો નકાર્યા છે.

કમલાબાગ પોલીસે નોધેલી ફરીયાદ મુજબ  રેલ્‍વે સ્‍ટેશન રોડ રામકળષ્‍ણ પરમહંસ લાઇબ્રેરીવાળી ગલીમાં વિજય હાજાભાઈ મોકરીયા ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્‍લીશ દારૂની બોટલ સાથે પકડાયા છે બાદ પોલીસ તેની ધરપકડ કરી કાર્યવાહી કરેલ છે બાદ વિજય હાજા મોકરીયા નામનો યુવાન રાતે દવા પી લેતા તેની સારવાર માટે  સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં દાખલ  કરેલ હતો.

સરકારી હોસ્‍પિટલમાં દાખલ દર્દી વિજય હાજાભાઇ મોકરીયાએ પોલીસ પર અને ડોમિનોઝ પિઝાના ઇન્‍ચાર્જ અનિલ રાંદલપરા આક્ષેપો કરતા જણાવ્‍યુ હતુ કે, ત્રણ દિવસ પહેલા રાતે ૯ વાગ્‍યએ અનિલ રાંદલપરાએ તેના રૂમે રાતે બોલાવ્‍યો હતો અને હાર્દિક સાથે કુતિયાણા જવા મોકલ્‍યો હતો બાદ કુતિયાણા પહોંચતા હાર્દિક મારા ફોનમાંથી કોઈ વ્‍યકિત ફોન કર્યો હતો એમ કહેવાનું કહ્યુ હતુ કે, પસવારી પાસે ઉભા છે બાદ તે અજાણ્‍યો વ્‍યકિત આવ્‍યો અને સામેની સાઈડમાં ઉભો રહ્યો હતો બાદ હાર્દિક ત્‍યાં ગયો પછી હાર્દીકને તે વ્‍યકિત કંઈક વસ્‍તુ આપી બાદ તે વસ્‍તુ લઈને અમે પોરબંદર આવીને અનિલ રાંદલપરાને ઘરે પહોંચતા જ પાછળથી પોલીસ આવી ગઈ હતી બેગ ચેક કરતા તેમાંથી બે દારુની બોટલ નીકળી હતી.

ત્રણેયને કમલાબાગ પોલીસ મથક ખાતે લઇ ગઇ હતી જ્‍યા પોલીસને ૪૦,૦૦૦ રૂપિયા આપ્‍યા હતા બાદ પોલીસ મને રામકળષ્‍ણ લાઇબ્રેરી પાસે લઈ ગઈ હતી ત્‍યાં ખંભે થેલો રાખીને મારો વિડીઓ બનાવ્‍યો હતો બાદ મને લોકઅપમા રાખી મને આ રીતે અનિલ રાંદલપરાએ ખોટી રીતે ફસાવવતા મે દવા પીધી હતી તેમ ડીલીવરી બોય વિજય હાજાભાઇએ જણાવેલ છે.

ડીલીવરી બોય વિજયના આક્ષેપ અંગે ઇન્‍ચાર્જ અનિલ રાંદલપરાએ જણાવ્‍યુ હતુ કે, હુ અને હાર્દીક ભાઈ ઘરે જમતા હતા આ દરમિયાન વિજય હાજા મોકરીયા ત્‍યાં આવ્‍યો હતો મને કહ્યુ હતુ કે, સર મારે પૈસાની જરૂર છે તમે મને પૈસા આપો...આટલી વાર જ પાછળથી પોલીસ આવી ગઈ હતી અને અમને ત્રણેયને કમલાબાગ પોલીસ મથક ખાતે લઇ ગયા હતા.

વિજયના બેગમાંથી બોટલ નિકળી હતી પોલીસે અમને પુછતા અમે પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી બાદ અમને બંન્નેને પાછા જવા દીધા હતા.

 પોલીસ કાર્યવાહી બાદ વિજયના પત્‍ની મંજુબેન અમારા ડોમીનોઝ પિઝા  ખાતે આવ્‍યા અને કહ્યુ કે, તમે મારા પતિને ફસાવી દીધો છે તેમ કહીને ડોમીનોઝના કોમ્‍યુટર અન્‍ય એક સીસીટીવી કેમેરો તોડી નાખ્‍યા હતા અને સમાધાનનું કહેતા  ૧૬ લાખ રૂપિયા આપી દયો  તેવી માંગણી કરી હતી. તેમજ પોલીસને ૪૦,૦૦૦ અમારા દ્વારા આપાયા નથી તને વાત ખોટી છે તેમ ઇન્‍ચાર્જ કર્મચારી અનિલ રાંદલપરાએ જણાવ્‍યું હતું. 

(11:26 AM IST)