<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

બગદાણામાં મારામારી પ્રકરણમાં રેન્‍જ આઇજીનું નવનીત બાલધિયાને તેડુ

આ પ્રકરણમાં હવે ઉચ્‍ચ અધિકારીઓના સીધા હસ્‍તક્ષેપથી મોટા ખુલાસા થવાની શકયતા

 

 

ભાવનગર, તા. ર૦ : નવનીત બાલધિયા માર મારવાના કેસમાં નવીન બાલધિયાને રેન્‍જ આઈજી ગૌતમ પરમારની ઓફીસ બોલાવવામાં આવ્‍યો છે. SIT દ્વારા બે PI ની ૯ કલાકની પૂછપરછ પછી હવે  IG ગૌતમ પરમારે નવનીત બાલધિયાને તેડાવ્‍યા છે.  ઉચ્‍ચ અધિકારીઓના સીધા હસ્‍તક્ષેપથી મોટા ખુલાસા થવાની શકયતા છે.

આ પહેલા આ કેસમાં  SIT બંને  PIની  ૯ કલાક સુધી તપાસ કરવામાં આવી હતી. SITના સમન્‍સ અનુસાર પીઆઈ ડી.વી. ડાંગર અને પીઆઈ કે.એચ. પટેલ રેન્‍જ આઈજી કચેરી ખાતે હાજર રહ્યા હતા, જ્‍યાં તેમની સતત લગભગ ૯ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

૨૪ ડિસેમ્‍બરે મુંબઈના કાંદિવલી ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહીરના નિવેદનનો વીડિયો વાયરલ થતા વિવાદ ભો થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયાએ માયાભાઈ આહીરને ટેલિફોનિક સંપર્ક કરીને જણાવ્‍યું હતું કે, બગદાણાધામમાં તમામ ટ્રસ્‍ટીઓ છે, કોઈ મેનેજિંગ ટ્રસ્‍ટી નથી. આ બાબતને ધ્‍યાનમાં લઈ માયાભાઈ આહીરે ભૂલ સ્‍વીકારી હતી અને ‘ટ્રસ્‍ટી' શબ્‍દ અંગે માફી માગતો એક વીડિયો જાહેર કર્યો હતો. આ માફીનો વીડિયો બગદાણાના સેવક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ નવનીત બાલધિયાને અજાણ્‍યા શખ્‍સોએ ફોન કરીને મળવા બોલાવ્‍યા હતા અને લાકડી તથા ધોકા વડે અલગ-અલગ બે વખત હુમલો કર્યો હતો. જો કે, હુમલામાં ઘાયલ થયેલા નવનીત બાલધિયાનું માનવું છે કે, આ હુમલો માયાભાઈ આહિરના છોકરાએ કરાવ્‍યો છે

(11:42 AM IST)