<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ધોરાજીમાંથી વિમલ હરિયાણીનું અપહરણ કરનાર આરોપીઓ અમરેલીથી ઝડપાયો

યુવતિને ભગાડી જવાના પ્રશ્‍ને ૧૮મીએ અપહરણ કર્યુ'તુ : ધોરાજી પોલીસને સોંપવા તજવીજ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ર૦ :  ધોરાજી અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ  અમરેલીથી ઝડપાયા છે.  ધોરાજી સીટીના અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવમાં અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા અમરેલી જિલ્લા તેમજ જિલ્લા બહાર ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે થઈને અમરેલી જિલ્લા વિસ્‍તારમાં રહેતા ઈસમોને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલુ હોય જે અન્‍વયે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનની ટીમ તથા અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી મળેલી કે, ધોરાજી ખાતેથી વિમલભાઈ મોહનભાઈ હરીયાણી નામની વ્‍યક્‍તિનું યુવતિને ભગાડી જવાના પ્રશ્‍ને ગત તા.૧૮નાં રોજ અપહરણ થયું હોઈ જે અંગે જેતપુર ગામે રહેતા કળપાલીબેન ઉર્ફે કળપા ભાવીનભાઈ ચિતારાએ ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવમાં અમરેલીના ગંગાનગર, શેરી નં.રમાં રહેતા ગોપાલ વિઠ્ઠલભાઈ ડાંગર તથા અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલા ઉત્‍સવ ફ્‌લેટમાં રહેતા પ્રદ્યુમનસિંહ ભરતસિંહ વાળા તથા ભાવનગર જિલ્લાનાં ખડસલીયા તેમજ કચ્‍છ જિલ્લાના માધાપર, ગોકુળધામ સોસાયટીમાં રહેતા ઋષિરાજસિંહ ચંદ્રસિંહ વાળા નામના સંડોવાયેલા આરોપીઓ અમરેલી ખાતે આવેલા હોવાની બાતમી મળતા તેના આધારે તપાસ શરૂ કરતા તે દરમિયાન ભોગ બનનાર વિમલભાઈ મોહનભાઈ હરીયાણીને શોધી કાઢી, સંડોવાયેલા ચારેય આરોપીઓને પકડી પાડી ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશન હવાલે કરવા તજવીજ કરવામાં આવેલ છે.

(12:15 PM IST)