હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેતપુરના મોટા ગુંદાળા ગામે ઘોડીપાસાના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ છ પકડાયાને ચાર શખ્સો છૂ
ચંદુ પરમાર બહારના માણસો બોલાવી જાહેરમાં જુગાર રમાડતો'તોઃ તાલુકા પોલીસનો દરોડો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૦: જેતપુરના મોટા ગુંદાળા ગામે, ઘોડી પાસાની હાટડા ઉપર તાલુકા પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૬ને ઝડપી લીધા હતા અને ૪ શખ્સો નાસી છૂટયા હતા.
જેતપુરના મોટા ગુંદાળા ગામ, ઓવરબ્રિજની સામે, દરગાહ પાસે પીપળાના ઝાડ નીચે ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) હાજી ઇસ્માઇલભાઇ જુણેજા રહે. વીરાશકિતધોરાજી રોડ જેતપુર, (૨)કાદીર ઉર્ફે કાજલો વલીભાઇ ચોૈહાણ રહે. નાનાચોક તકીયા શેરી જેતપુર,(૩) ભીખા વેલજીભાઇ વાઘેલા ૫૮ રહે. ભુખી ગામ તા. ધોરા, (૪) મોહસીન વલીભાઇ ચોૈહાણ ૩૦ રહે.નાનાચોક તકીયા શેરી જેતપુર,(૫) ગોવિંદ ચનાભાઇ પરમાર ૫૬ રહે. મોટાગુંદાળા તાફ જેતપુર તથા (૬) ભીખાભાઇ જેઠાભાઇ સોલંકી રહે. મોટાગુંદાળા તા. જેતપુરને ઝડપી લીધા હતા. જયારે જુગાર રમાડનાર (૭) ચંદુ જેઠાભાઇ પરમાર રહે. મોટા ગુંદાળા, (૮) તોફિક ઉર્ફે ગાભો હનીફભાઇ ગરાણા રહે. ધોરાજી, (૯) જેટલી રહે.ધોરાજી બાકી તથા (૧૦) સુરેશ અરજણભાઇ ડાભી રહે. મોટાગુંદાળા નાસી છુટયા હતા.
તાલુકા પોલીસે સ્થળ ઉપરથી ૧૮૨૯૦ની રોકડરકમ તથા ઘોડીપાસા નંગ-૨ કબજે કરી કાર્યવાહી કરી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
