<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ખેતી બેંકની બ્રાન્‍ડ એમ્‍બેસડર નિરમા ઠાકોરને ટાટા મુંબઈ મેરેથોનમાં સિલ્‍વર મેડલ

ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ બેંક બ્રાન્‍ડ એમ્‍બેસડર તરીકે કુ. નિરમાબેન ઠાકોરની આ સફળતાને ખેતી બેંક માટે ગૌરવ અને દેશની યુવા શક્‍તિ માટે પ્રેરણા ગણાવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૦: ખેતી બેંકની બ્રાન્‍ડ એમ્‍બેસડર કુમારી નિરમા ઠાકોરે મુંબઈ ખાતે યોજાયેલ ટાટા મુંબઈ મેરેથોનમાં અખૂટ મહેનત અને અડગ આત્‍મવિશ્વાસથી સિલ્‍વર મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ ભવ્‍ય સફળતા બદલ ખેતી બેંક પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.

આ ગૌરવની ક્ષણે ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ બેંક બ્રાન્‍ડ એમ્‍બેસડર તરીકે કુ.નિરમાબેન ઠાકોરની આ સફળતાને ખેતી બેંક માટે ગૌરવ અને દેશની યુવા શક્‍તિ માટે પ્રરણા ગણાવી છે.

કુમારી નિરમા ઠાકોરની આ સિદ્ધિ તેમના અડગ સંકલ્‍પ, સતત પરિશ્રમ અને શિસ્‍તબદ્ધ જીવનશૈલીનું પ્રતિબિંબ છે. તેઓ ખેતી બેંક દ્વારા પ્‍રચારિત આત્‍મનિર્ભરતા, મહિલા સશક્‍તિકરણ અને સ્‍વસ્‍થ ભારતના મૂલ્‍યોનું જીવંત ઉદાહરણ છે.

માનનીય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી અને માનનીય કેન્‍દ્રીય ગળહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના દ્વારા પ્રેરિત આત્‍મનિર્ભર ભારતના સ્‍વપ્નને સાકાર કરવામાં અને માનનીય કેન્‍દ્રીય ગળહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના દૂરદર્શી અને પ્રરણાદાયક નેતળત્‍વ હેઠળ દેશમાં રમતગમત, ફિટ્‍લેશ અને મહિલા સશક્‍તિકરણને મળતું મજબૂત પ્રોત્‍સાહન આવી સિદ્ધિઓનો આધારસ્‍તંભ બની રહ્યું છે.

ખેતી બેંક કુમારી નિરમા ઠાકોરની આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છાઓ વ્‍યક્‍ત કરે છે. તેમની સફળતા યુવા પેઢી, ખાસ કરીને ગ્રામ્‍ય અને ખેડૂત પરિવારોની દિકરીઓ માટે પ્રેરણારૂપ બનશે.ખેતી બેંકને તેની બ્રાન્‍ડ એમ્‍બેસેડર પર હૃદયથી ગર્વ છે.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ) 

(1:01 PM IST)