News of Tuesday, 20th January 2026
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં જામનગર જિલ્લામાંથી ચારને સ્થાન : જામનગરથી પૂર્વ પ્રમુખ ડો. વિમલ કગથરા અને ગ્રામ્યમાં દિલીપસિંહ ચુડાસમા : વિશેષ આમંત્રિત સભ્યો માં પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ તેમજ ચીમનભાઈ સાપરિયા ની પણ નિયુક્તિ
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જાહેર કરેલ ટીમને આવકારતા જામનગર શહેર જિલ્લાના તમામ ભાજપના સ્થાનિક અગ્રણીઓ- કાર્યકરો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૦ : ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ કારોબારીમાં વિશેષ આમંત્રિત સદસ્યો તેમજ પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લામાંથી ચારને સ્થાન મળ્યું છે.
પ્રદેશ કારોબારીમાં વિશેષ આમંત્રીત સદસ્ય તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ તેમજ ચીમનભાઈ સાપરીયા ની નિયુક્તિ કરવામાં આવી છે.
આ ઉપરાંત પ્રદેશ કારોબારી માટે જામનગર મહાનગરમાંથી પૂર્વ શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની નિયુક્તિ કરાઇ છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી જાડા ના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા ની પસંદગી કરવામાં આવી છે. જેઓને જામનગર શહેર જિલ્લાના તમામ ભાજપના સ્થાનિક અગ્રણીઓ- કાર્યકરોએ આવકાર આપ્યો છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
