હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૦: પોતાની INTIFY SOLAR PVT. LTD. નામની કંપનીની સોલાર પેનલ બાબતે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકર્ષક જાહેરાતો મૂકી, સસ્તા ભાવે અને સારી ગુણવત્તાની સોલાર પેનલ આપવાની લાલચ આપી હતી.આ જાહેરાતોના આધારે ફરીયાદી તથા અન્ય સાક્ષીઓ/ભોગ બનનારાઓ પાસેથી કુલ રૂપીયા ૬,૧૦,૯૩૨/- પડાવી લેવામાં આવ્યા તેમ છતાં, તહોમતદારોએ ન તો સોલાર પેનલ ફિટિંગ કરી આપી અને ન તો ચુકવેલ રકમ પરત આપી.
તપાસ દરમ્યાન ખુલ્યું છે કે આરોપીઓએ આ રીતે ૧૦૦ કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરી, સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. ત્યારબાદ સોલાર પેનલ સ્થાપિત ન કરી, છેતરપિંડીથી મેળવેલ નાણાં પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા, ઉપરાંત, આ નાણાં ઠગાઈના હોવાની જાણ હોવા છતાં આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.
આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ જે મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એચસી દર્શિતભાઇ જગદીશભાઇ સિસોદીયા તથા પીસી રાજેશ દુદાભાઈ પરમાર નાઓ ઉપરોકત ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી તેમજ માહિતી એકત્રિત કરી જામનગર ખાતેથી આરોપી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓઃ (૧) હિરેનભાઈ નાથાલાલ લાઠીયા, રહે. તીરૂપતી પાર્ક ૭/બી ઢિંચડા રોડ મુળ રહે.કૃષ્ણકુંજ, શેરી નં.૪ હિમાલય સોસયટી જામનગર. (૨) ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા રહે.નિલકમલ સોસાયટી શેરી નં.૫ ખોડીયાર કોલોની જામનગર, (૩) રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ રહે,૧/૨ મકવાણા સોસાયટી, શાંતિનગર પાછળ હરીયા સ્કૂલની સામે જામનગર, (૪) અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર રહે. ખોડીયાર કોલોની ન્યુ આરામ કોલોની કોળીનો દંગો જામનગર, (૫) રામજી કમોદસિંધ લોધી, રહે જકાતનાકા પાસે પાર્થ એપાર્ટમેન્ટ ત્રીજો માળ જામનગર મુળ રહે-ગામ.બક્ષીપુરા તા.જિ.ભિંડ રાજ્ય-મધ્યપ્રદેશ છે અને પકડવા પર બાકી આરોપીઃ કાનાભાઇ બેડીયાવદરા છે જેમાં કબજે કરાયેલ મુદામાલ (૧) પાસ બુક / ચેક બુક નંગ-૦૮, (૨) મોબાઇલ નંગ- ૧૨, (૩) સી.પી.યુ. નંગ- ૦૨ છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM