News of Tuesday, 20th January 2026
માંડવીમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ તંત્રની કાર્યવાહી :નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ કરાયા
કોન્ટ્રાક્ટર એજન્સીના તમામ પ્રકારના ચુકવણાં પર તાત્કાલિક રોક લગાવી:ઈજનેરીંગ અને ઈજારદાર એજન્સીઓને કારણદર્શક નોટિસ

માંડવીમાં પાણીની ટાંકી ધરાશાયી થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. જો કે ઘટનાના કલાકો બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. સંબંધિત નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર એજન્સીના તમામ પ્રકારના ચુકવણાં પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) માર્સ પ્લાનિંગ એન્ડ ઈજનેરીંગ અને ઈજારદાર એજન્સીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. જવાબદાર વ્યક્તિઓ અને એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ગતિમાં છે.
હાલમાં ઘટનાસ્થળ પર ગેરી (GERI) અને તકેદારી શાખાની ટીમો દ્વારા નમૂનાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. મટીરીયલ ક્વોલિટી અને બાંધકામની ખામી અંગે ઊંડાણપૂર્વક ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. “ભ્રષ્ટાચાર કે બેદરકારી સાંખી લેવામાં નહીં આવે, જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.” તેવો સંદેશ તંત્રે આપ્યો છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
