<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

આમરણ નજીક ટ્રક પાછળ ટ્રેલર ઘુસી ગયું, કેબીનમાં ફસાયેલા ટ્રેલર ચાલકને બહાર કાઢ્યો.

જેસીબી સહિતના સાધનોની મદદ બાદ ટ્રેલર ચાલકને બહાર કાઢવામાં સફળતા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આમરણ ગામ નજીક માટી ભરીને જતા ટ્રક પાછળ ટ્રેલર ઘુસી ગયું હતું જે અકસ્માતમાં ટ્રેલરની કેબીનમાં ચાલક ફસાઈ જતા જેસીબીની મદદથી ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.

 મોરબીના આમરણ ગામ નજીક આવેલ માવના ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં માટી ભરેલા ટ્રક પાછળ ટ્રેલર ઘુસી ગયું હતું ટ્રક પાછળ ઘુસી જતા ટ્રેલરની કેબીનનો ભૂકો બોલી ગયો હતો અને ડ્રાઈવર ફસાઈ ગયો હતો જેથી સ્થાનિકો એકત્ર થયા હતા જેસીબીની મદદથી બોનેટમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો અકસ્માત બાદ હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા પોલીસ ટીમે દોડી જઈને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.


 

(12:02 AM IST)