<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

મોરબી : પતિ-પત્નીના ઝઘડામાં બોલાચાલીનો ખાર રાખી મહિલા સહીત ત્રણને માર માર્યો.

આમરણ બેલા ગામે પતિ પત્નીના ઝઘડામાં ફૈબાનો દીકરો વચ્ચે બોલ્યો હોય અને બોલાચાલી થઇ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આમરણ બેલા ગામે પતિ પત્નીના ઝઘડામાં ફૈબાનો દીકરો વચ્ચે બોલ્યો હોય અને બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી ચાર શખ્શોએ મહિલા સહીત ત્રણને માર મારી ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

   મોરબીના આમરણ બેલા ગામના રહેવાસી સલીમ અકબર જામ (ઉ.વ.૨૬) વાળાએ આરોપીઓ ઇશાક સીદીક જામ, આસીન ઇશાક જામ, સીદીક ઇશાક જામ અને તાજમહમદ ઇશાક જામ રહે બધા આમરણ બેલા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મામાની દીકરી ફરીદાબાઈ આરોપી સીદીક જામની પત્ની થાય છે અને પતિ પત્નીના ઝઘડામાં ફરિયાદી સલીમે માથાકૂટ કરી હતી જે અગાઉની માથાકૂટનો ખાર રાખી ચારેય શખ્શોએ ફરિયાદી સહિતનાઓને ગાળો આપતા તેને સમજાવવા જતા સલીમને લાકડીનો ઘા મારી તેમજ પિતા અકબરભાઈને હાથ અને બાવળામાં મારી ઈજા કરી અમીનાબાઇને ઢીકા પાટું માર માર્યો હતો મોરબી તાલુકા પોલીસે ચારેય શખ્શો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

(12:57 AM IST)