હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓન લાઇન ઠગાઇની માયાજાળથી સાવધાન: શેર બજારમાં કમાવવાની લાલચમાં ૯૧ લાખ ગુમાવ્યા
ભુજના વ્યાપારીને લિંક અને એપ દ્વારા વ્હોટ્સ એપ ગ્રુપમાં જોડાવું ભારે પડ્યું, રૂપિયા જમા કરાવ્યા બાદ ડિજિટલ દેખાડ્યા પણ ઉપાડવામાં વિડ્રોલ ન થયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : સોશ્યલ મીડિયા દ્વારા ઓન લાઇન કમાણી કરવાની લાલચમાં ઠગાઈ ના કિસ્સાઓ વધી રહ્યા છે પણ લોકો જાગૃત થતા નથી એ કડવી વાસ્તવિકતા છે. ભુજના ભાનુશાલી નગરમાં રહેતા અને ખોળ ભુસાનો વ્યાપાર કરતા ધ્રુમિલ પ્રફુલભાઈ શાહને અજાણી ફોટો વાળી વ્હોટ્સ એપ લિન્ક દ્વારા એ ગ્રુપમાં જોઇન થતા તેમાં દરરોજ શેર માર્કેટની રોકાણની ટિપ્સ આપતી હતી. તે ગ્રુપ માં ધ્રુમિલને શેર માર્કેટમાં રોકાણ માટે પૂછતા હા પાડતા મેવેરિક કેપ નામની એપ ઇન્સ્ટોલ કરાવડાવી હતી. ગત ૨૬/૧૧/૨૫ થી ૧૮/૧૨/૨૫ સુધી ૧૩ વખત અલગ અલગ કુલ ૯૧ લાખ રૂપિયા જમા કરાવ્યા. પરંતુ જ્યારે રૂપિયા વિડ્રોલ કરવા કોશિશ કરી તો રૂપિયા ઊપડ્યા નહીં. જે બાબતે વ્હોટ્સ નંબર ધારકને કહેતા નફા ઉપર ટકા ટેક્સ ભરવાની અને લાગેલા આઈપીઓની રકમ ભર્યા બાદ જ રૂપિયા વિડ્રોલ દ્વારા મળશે એવી વાત કરી હતી. બંને ભાઈઓને આ વાતમાં ફ્રોડની શંકા જતા અંતે ૧૯૩૦ નંબર ઉપર ફરિયાદ કરી સ્થાનિકે સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
