<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

રાજકોટ જેતપુર હાઇવે પર માર્ગ સલામતી માસ-૨૦૨૬ અંતર્ગત ભરૂડી-પીઠડીયા ટોલપ્‍લાઝાએ વિનામુલ્‍યે આંખ નિદાન કેમ્‍પ-ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ

એસ.પી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ તેમજ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાની અધ્‍યક્ષ સ્‍થાને ૩૭માં માર્ગ સલામતી કાર્યક્રમમાં ૧૫૦ જેટલા વાહનોના ડ્રાઇવરોને ચશ્‍માં વિતરણ કરાયા

(કીશનમોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા.૨૧ :.. રાજકોટ જેતપુર હાઇવે પર ભરૂડી ટોલ પ્‍લાઝા તેમજ પીઠડીયા ટોલ પ્‍લાઝા ઉપર ૩૭ માં રોડ સેફટી અવરનેશ કાર્યક્રમ જીલ્લા હાઇવે ટ્રાફિક પોલીસ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ સલામતિ માસ અંતર્ગત એસ.પી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ તેમજ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના અધ્‍યક્ષ સ્‍થાને હાઇવે ઉપર પસાર થતા વાહન ચાલકોનું તેમજ લોકોનું વિના મુલ્‍યે આંખ નિદાન ચેકઅપ કેમ્‍પનું આયોજન તથા રોડ સલામતી અને ટ્રાફિક નિયમનના પાલન માટે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્‍યા હતા જેમાં આંખોના ડોકટરોની ટીમને સાથે રાખીને આંખ નિદાન કેમ્‍પમાં વાહન ચાલકોને ફ્રી ચશ્‍માં વિતરણ કરવામાં આવ્‍યા હતા, સાથે સાથે નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ રાજકોટ જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમનની જાગળતતા આવે તે માટે ટ્રાફિક નિયમન અને રોડ સલામતી માટે ટ્રાફિક નીયમનના પેમ્‍પલેટ વહેંચી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા ટ્રાફિક પોલીસ શાખાના પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.ડી.રાણા તેમજ ટ્રાફિક પીએસઆઇ હર્ષદભાઈ જાની તથા જિલ્લા ટ્રાફિક પોલીસ કોન્‍સ્‍ટેબલ જયદેવસિંહ ઝાલા તેમજ જિલ્લા પોલીસ સ્‍ટાફ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારી રાજેશ સાહુ તેમજ પ્રોજેક્‍ટ હેડ ટોલ પ્‍લાઝા હસમુખ ગઢવી તથા મેનેજર ધીરુભાઈ મકવાણા અને અન્‍ય સ્‍ટાફ હાજર રહી ચશ્‍માં વિતરણ તેમજ લોકો ને ટ્રાફિક પ્રત્‍યે જાગળત કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટોલપ્‍લાઝાના મેનેજર હસમુખભાઈ ગઢવી તેમજ મેનેજમેન્‍ટ સ્‍ટાફ તેમજ રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ સ્‍ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

(10:27 AM IST)