<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો

ગિરનાર ૭, નલીયા ૧૦.૪ ડીગ્રી, લઘુતમ તાપમાન

રાજકોટ, તા., ર૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આજે ગિરનાર ઉપર ૭, કચ્‍છના નલીયામાં ૧૦.૪ ડીગ્રી લઘુતમ  તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :  ગઈકાલે વધ્‍યા બાદ આજે ઠંડીમાં દોઢ ડિગ્રી હોવા ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી. અને હજુ આગામી ૩ દિવસ ઠંડીમાં આંશિક ઘટાડો રહેશે બાદમાં ૨૫ જાન્‍યુઆરીથી ફરી ઠંડી આક્રમક બનવાની શકયતા હોવામાં વિભાગે વ્‍યક્‍ત કરી હતી.

ગિરનાર પર્વત પર ગઈકાલે ૫.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ આજે સવારે પારો ૧.૫ ડિગ્રી ઉપર ચડીને ૭ ડિગ્રીએ સ્‍થિર થતા ઠંડીમાં ઘટાડો થયો હતો. ગિરનારની સાથે સાથે જૂનાગઢના લઘુતમ તાપમાનમાં પણ ૧.૫ ડિગ્રીનો વધારો થતાં ઠંડી ઘટીને ૧૨ ડિગ્રી થઈ ગઈ હતી. આ સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૪ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા)  બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧ર ડીગ્રી, મહતમ તાપમાન ર૭ ડીગ્રી ભેજનું પ્રમાણ ૭૪ ટકા, પવનની ગતી ૩.૩ કી.મી. રહી છે.

(12:01 PM IST)