હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બગદાણા નવનીત બાલધીયા પર હુમલા મામલે SITએ વધુ એકની ધરપકડ કરીઃ ધરપકડનો કુલ આંક ૧૧

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧ :.. બગદાણાના કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા કેસમાં SITની તપાસ દરમિયાન વધુ એક આરોપી ઝડપાયો છે. તળાજા તાલુકાના કોદીયા ગામનો રહેવાસી દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો છે. ગત મોડી રાત્રિના આરોપીને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં પ્રથમ ૮ આરોપીને પોલિસે ઝડપી પાડ્યા હતા, જ્યારે આ બનાવ અંગે ભાવનગર રેન્જ આઇજી દ્વારા તા.૫ જાન્યુઆરીના રોજ એક SIT ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં અગાઉ ઝડપાયેલા ૮ આરોપીઓની કોર્ટમાંથી કબ્જો મેળવી SITદ્વારા રિમાન્ડ મેળવ્યા હતા.
SITની ટીમે ગત મોડી રાત્રે વધુ એક આરોપીને ઝડપી પાડયો રિમાન્ડમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન SIT ટીમ દ્વારા પ્રથમ કાનાભાઈ ભીખાભાઇ કામલિયાને અને ત્યાર બાદ સંજય ચાવડાને ઝડપી પાડ્યા હતા. ત્યારે ગત રાત્રિના આ બનાવમાં SITએ વધુ એક શખસ દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જેને મેડિકલ ચેકઅપ માટે ભાવનગર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. SITની તપાસ દરમિયાન ૩ અને અગાઉ ૮ મળી કુલ ૧૧ શખસોની ધરપકડ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
