<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

જામનગર - રાજકોટ - મોરબી - જુનાગઢ - પોરબંદરના ૧૦૦થી વધુ લોકોના દોઢ કરોડ ખંખેરી લીધા

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોલાર પેનલ લગાવવાના બહાને લોકોને છેતરનાર ટોળકીના પાંચ સભ્‍યોને ઝડપી લીધા બાદ નવો ખુલાસો થયોઃ મુખ્‍ય સુત્રધારની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: જામનગર શહેર જિલ્લા સહિતના ૧૦૦ થી વધુ લોકોને સોશિયલ મીડિયાના માધ્‍યમથી સોલાર પેનલ કંપનીના નામે આકર્ષક જાહેરાત આપી નાણા પડાવી લઈ સોલાર પેનલ ફીટ નહીં કરી આપનાર એક ટોળકીના પાંચ સભ્‍યોને જામનગર સાઇબર સેલ ની ટુકડીએ ઝડપી લીધા બાદ રિમાન્‍ડ પર લીધા હતા, દરમિયાન તેઓએ સૌરાષ્‍ટ્રભરમાં ૧૦૦ નાગરિકો પાસેથી અંદાજે દોઢ કરોડથી વધુ રૂપિયા ખંખેરી લીધા હોવાનું જાણવા મળ્‍યું છે, જયારે પાંચેયના રિમાન્‍ડ પુરા થતાં જેલ હવાલે કરાયા છે, ઉપરાંત તેના મુખ્‍ય સૂત્રધાર ની શોધખોળ ચલાવાઇ રહી છે.

સાયબર ક્રાઈમ પોલીસની ટીમેં સોલાર પેનલ ના નામે લોકો ના નાણાં પડાવી લેવા અંગેના પ્રકરણમાં તપાસમાં ઝુકાવ્‍યું હતું. જેમાં જાણવા મળ્‍યું હતું, કે એક સોલાર કંપની ની જાહેરાત આપનાર પાર્ટી કે જેઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્‍યમથી લોકોને સસ્‍તા ભાવે સોલાર પેનલ લગાવી આપવાનું પ્રલોભન આપી તેના માટે બેન્‍કમાંથી લોન કરાવી દીધા બાદ નાણા પોતાના ખાતામાં ટ્રાન્‍સફર કરાવી નાખતા હતા, અને સોલાર પેનલ ફીટ નહીં કરી આપી, છેતરપિંડી કરી હતી.

જે ટોળકીએ ઇન્‍ફીટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પેનલની ફેસબુક અને ઈન્‍સ્‍ટાગ્રામ પર જાહેરાત આપી કંપનીના નામે  લોકો સાથે સાયબર ઠગાઈ કરતા હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું હતું. અને વધુ તપાસ દરમ્‍યાન ખુલ્‍યું છે કે આરોપીઓએ આ રીતે ૧૦૦ કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરી, સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. ત્‍યારબાદ સોલાર પેનલ સ્‍થાપિત ન કરી, છેતરપિંડીથી મેળવેલ નાણાં પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા. ઉપરાંત, આ નાણાં ઠગાઈના હોવાની જાણ હોવા છતાં આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરી ગેરકાયદેસર પ્રવળત્તિ ચાલુ રાખી હતી.

આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં ભારતીય ન્‍યાય સંહિતા - ૨૦૨૩ ની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨) તથા ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એક્‍ટ - ૨૦૦૦ની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુન્‍હો નોંધવામાં આવ્‍યો હતો, અને તે ગુન્‍હામાં (૧) હિરેનભાઈ નાથાલાલ લાઠીયા ઉ.વ.૩૭ રહે. તીરૂપતી પાર્ક ૭/બી ઢિંચડા રોડ મુળ રહે.કળષ્‍ણકુંજ શેરી નં.૪ હિમાલય સોસયટી જામનગર, (૨) ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા ઉ.વ.૩૬ રહે.નિલકમલ સોસાયટી શેરી નં.૫ ખોડીયાર કોલોની જામનગર, (૩) રાહુલભાઈ રાજેન્‍દ્રપ્રશાદ ભટ્ટ ઉ.વ.૫૨ રહે.૧/૨ મકવાણા સોસાયટી, શાંતિનગર પાછળ હરીયા સ્‍કૂલની સામે જામનગર (૪) અભયભાઈ જીતેન્‍દ્રભાઈ પરમાર ઉ.વ.ર૮ રહે. ખોડીયાર કોલોની ન્‍યુ આરામ કોલોની કોળીનો દંગો જામનગર, અને (૫) રામજી કમોદસિંઘ લોધી ઉ.વ.૨૫ નોકરી રહે જકાતનાકા પાસે પાર્થ એપાર્ટમેન્‍ટ ત્રીજો માળ જામનગર ની અટકાયત કરી લીધી હતી, જેઓને અદાલત સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્‍ડ પર લેવાયા હતા.

પોલીસની પૂછપરછ દરમિયાન તેઓએ જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ- દ્વારકા સહિતના સ્‍થળોએ અંદાજે ૧૦૦ થી વધુ નાગરિકોને સોલાર પેનલ ફીટ કરવાના બહાને શિશામાં ઉતાર્યા હતા.

આ પ્રકરણના મુખ્‍ય સૂત્રધાર જામનગરના વતની અને સોલાર પેનલ ની પેઢી ના માલિક કાનાભાઇ બૈડીયાવદરા ની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે. અને પાંચેય આરોપીઓના રિમાન્‍ડ પુરા થતાં તેઓને જેલ હવાલે કરી દેવાયા છે.

રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવના સતત માર્ગદર્શન હેઠળ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના વડપણમાં જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનના પો.ઈન્‍સ. આઇ.એ. ધાસુરાના નેતળત્‍વમાં હે.કો. દર્શિત સિસોદિયા અને પો.કો. રાજેશ પરમારની ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા માહિતી સંકલન દ્વારા આ સમગ્ર સાયબર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:13 PM IST)