<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

પોરબંદરમાં ટૂર પેકેજના નામે ૩.પ૦ લાખની છેતરપીંડી કરી નાસી જનાર યુવતી ઝડપાઇ

૪ વર્ષથી ફરાર યુવતીને પોલીસે અમદાવાદમાંથી પકડી : લોકોના ખોટા એગ્રીમેન્‍ટ બનાવીને સહીઓ લઇ લાખોની રકમ ઓનલાઇન ટ્રાન્‍સફર કરાવી લીધી હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૧ :  ચાર વર્ષ પહેલા ટૂર પેકેજના નામે લોકોના ખોટા એગ્રીમેન્‍ટ બનાવીને ૩.પ૦ લાખ ઓનલાઇન ટ્રાન્‍સફર કરાવીને ફરાર થઇ ગયેલ નેહા રૂપનારાયણ લોધ (લોઢા) (ઉ.ર૪) રે. હાલ અમદાવાદ મુળ મધ્‍યપ્રદેશવાળીને પોલીસે અમદાવાદથી પકડી લીધી હતી.

એલ.સી.બી. સ્‍ટાફના હે.કો. સીલીમ પઠાણને બાતમી મળતા લાલશાહી થી નાસતા ફરતા આરોપી નેહા લોઢા રહે. અમદાવાદવાળી હાલ અમદાવાદ ખાતે હકીકત મળેલ હોય. જેથી ઉપરોકત હકીકત આધારે ASI ગોવિંદભાઇ મકવાણા તથા HC સલીમભાઇ પઠાણ તથા જીતુભાઇ દાસા તથા કીર્તિમંદીર પો.સ્‍ટે.ના WPC કીર્તિબેન ઓડેદરા ને અમદાવાદ ખાતે આરોપી બહેન નેહા લોઢાની તપાસમાં મોકલતા આરોપી બહેન અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલ ઉમેદ હોટલ ખાતે થી મળી આરોપી નેહા રૂપનારાયણ બીંદાદીન લોધ (લોઢા) ઉ.વ.૨૪ રહે. મધ્‍યપ્રદેશ. હાલ અમદાવાદવાળીને ૩.પ૦ લાખની છેતરપીંડી ગુનાના કામે વધુ પુછપરછ અર્થે અત્રે એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પો.સ્‍ટે. સોંપી આપવામાં આવેલ છે.

ટૂર પેકેજના નામે ૩.પ૦ લાખની છેતરપીંડીના આરોપીને પકડવાની આ કામગીરીમાં LCB I/C PI શ્રી આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઇ વરૂ તથા ણ્‍ઘ્‍ સલીમભાઇ પઠાણ, ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્‍દ્રસિંહ પરમાર તથા ભ્‍ઘ્‍ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. ણ્‍ઘ્‍ રોહિતભાઇ વસાવા તથા કીર્તિમંદીર પો.સ્‍ટે.ના WPC કીર્તિબેન ઓડેદરા વિગેરે રોકાયેલ હતા.

(12:16 PM IST)