<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

રાણાવાવમાં ૮.૬૪ લાખનો શંકાસ્‍પદ જવલશીલ પેટ્રોલીયમ જથ્‍થો ઝડપાયો

સ્‍ટેટ મોનેટરીંગ સેલના દરોડોઃ પાંચ સામે ગુન્‍હોઃ દરોડા સ્‍થળે લોખંડનો સ્‍ટોરજ ટાંકો, મોબાઇલ નંગ-૬ ટ્રક અને બાઇક બેરલ સહિત કુલ ર૩.૮૦ લાખનો મુદામાલ જપ્‍ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧: રાણાવાવ સીમેન્‍ટ ફેકટરી વિસ્‍તારમાં સ્‍ટેટ મોનેટરીંગ સેલની ટીમ દ્વારા દરોડા દરમિયાન શંકાસ્‍પદ જવલશીલ પેટ્રોલીયમ પ્રવાહી લીટર ૧ર હજાર કિંમત ૮૬૪૦૦૦નો ઝડપાયો હતો આ શંકાસ્‍પદ જવલશીલ પેટ્રોલીયમ પ્રવાહી અંગે પાંચ શખ્‍સો સામે રાણાવાવપોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાયો છે.

સ્‍ટેટ મોનેટરીંગ સેલ (એસ.એમ.સી.) ના ગઇકાલે જવલશીલ પેટ્રોલીયમ પ્રવાહી ૧ર હજાર લીટર ૮૬૪૦૦નો મળી આવતા આ શંકાસ્‍પદ જવનશીલ પેટ્રોલીયમ પ્રવાહી અંગે કરશનભાઇ એભાભાઇ રે. આદિત્‍યાણા, અરશીભાઇ ભીમાભાઇ રે. આદિત્‍યાણા, કાંધલ રાયદેવભાઇ રે. રતનપર, આશીષ રામજીભાઇ રે. નનાણીવાળા સામે રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ કરવામાં આવ્‍યો છે. શંકાસ્‍પદ જવલશીલ પેટ્રોલીયમ પ્રવાહીના જથ્‍થા સાથે લોખંડનો મોટો સ્‍ટોરેજ ટાંકો, બેરલો ટ્રક અને બાઇક મોબાઇલ નંગ-૬ સહિત ર૩,૮૦૪ર૦નો મુદામાલ પોલીસે જપ્‍ત કર્યો છે. વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ વી. ડી. વાઘેલા ચલાવે છે.

(12:16 PM IST)