હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદર ખાપટની જમીન બાબતે મહિલા સાથે દોઢ કરોડની છેતરપીંડી : માથાભારે ૭ શખ્સો સામે ગુન્હો
ગુન્હો દાખલ થયેલ શખ્સોમાંથી કેટલાક રાજકીય વગ ધરાવનારાઓઃ પીડીત મહિલાએ થોડો સમય પહેલા વિડીયો વાઇરલ કરીને ન્યાય માટે મદદ માંગી હતીઃ એસપી ભગીરથસિંહ જાડેજાની કડક કામગીરી

(પરેશ પારેખ દ્વારા ) પોરબંદર, તા., ર૧: ખાપટ વિસ્તારની જમીન બાબતે માથાભારે ગણાતા શખ્સોએ દોઢ કરોડની છેતરપીંડીમાં પીડીત રાંભીબેને થોડા સમય પહેલા વિડીયો વાઇરલ કરીને ન્યાય માટે મદદ માંગી હતી. ત્યાર બાદ આ જમીન બાબતની છેતરપીંડીમાં પોલીસે ૭ શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો છે. આ ગુન્હો દાખલ થયેલ ૭ શખ્સોમાંથી કેટલાક રાજકીય વગ ધરાવનારા હોવાનું બહાર આવ્યું છે.
ખાપટની જમીન બાબતે ૧,૪ર,પ૦,૦૦૦ની છેતરપીંડી અંગે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ફરીયાદ અરજી ભુવા રાંભીબેન વેજાભાઇ અને ભુવા વેજાભાઇ કાનજીભાઇએ કરીને આ અરજીમાં છેતરપીંડી આચરનારા લાખા વેજા કેશવાલા, રાજા મેર, કિશોર રાજાભાઇ આંગોલીયા, આયુષ વિરમભાઇ કારાવદરા, દિલીપ હરભર રાણાવાયા અને વજશી આલા ઓડેદરા સામે તપાસ કરીને પગલા લેવા માંગણી કરી હતી.
ખાપટ વિસ્તારમાં ૧.૪૨ કરોડની કિંમતની જમીન મામલે માથાભારે શખ્સોએ પોતાના અંગત લાભ માટે છેતરપિંડીમામલે થોડા સમય પહેલા ખાપટના રાંભીબેન વેજાભાઇ નામના મહિલાએ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરી મદદ માંગી હતી. હાલ આ છેતરપીંડીમાં ૭ શખ્સો સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ખાપટ વિસ્તારમાં પેટ્રોલપંપ પાછળ રહેતા રાંભીબેન વેજાભાઇ ભુવા નામની ૫૦ વર્ષીય મહિલાએ થોડા સમય પહેલા સોશ્યલ મીડીયમાં વિડીયો વાયરલ કરીને કેટલાક માથાભારે શખ્સો અને બિલ્ડરો વિરુદ્ધ આક્ષેપો કરી પતિની જમીન વારસાઈ કરાવવાના બહાને વહેંચી નાખી તેના રૂપિયા ઉપાડી લઈ ધાક ધમકી આપતા હોવાનું જણાવી મદદ માંગી હતી તેમજ જે-તે સમયે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બારામાં અરજી કરવામાં આવી હતી. ઉદ્યોગનગર પોલીસે આ છેતરપીંડીમાં તટસ્થ તપાસ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પણ તટસ્થ તપાસના આદેશ આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહિલાના પતિ વેજાભાઈ કાનાભાઈ ભુવાના દાદા હીરાભાઈ ભુવાની ખાપટ ગામે ૨૫ વીઘા જમીન હતી એ જમીનમાંથી અડધો હિસો રાંભીબેનના ભાગે આવતો હતો એ જમીનમાંથી જે ઉપજ થતી તેમાંથી થોડો ઘણો હિસ્સો ાંભીબેનના પતિને આપતા હતા પરંતુ કૌટુંબિક ભત્રીજાઓ સાથે જમીનના ભાગ બાબતે મનદુઃખ થતા ઝગડો ચાલ્યો આવતો હતો. વર્ષ ૨૦૧૩ માં રાંભીબેનના પતિ વેજા કાના ભુવાને શ્રવણ ચોકમાં રહેતા લાખા અરજન કેશવાલા નામના દલાલીનો ધંધો કરતા શખ્સને બોલાવ્યો હતો અને તમારા કૌટુંબિક ભાઈઓ વચ્ચે જમીન બાબતે મનદુઃખ ચાલે છે તેમાં તમારી જમીન હું તમને પાછી અપાવી દઈશ અને જમીનની વારસાઈ તમારા નામે કરાવી આપવાની વાત કરી લાખા કેશવાલા સાથે વેજા ભુવાની વાત થઈ હતી. બાદ લાખો કલેક્ટર ઓફિસે પણ ત્રણ વખત લઇ ગયો હતો.
આ છેતરપીંડીમાં લાખા કેશવાલા નામના શખ્સે વેજા ભુવા પાસે અલગ અલગ કાગળોમાં સહીઓ કરાવી એમ જણાવ્યું હતું કે, તમારી જમીનના વારસાઈના કાગળોમાં સહી કરાવી છે. તમારી માલિકીની જમીન તમારા નામે થઈ જશે. પરંતુ વેજાભાઈ અભણ હોવાથી કાગળમાં શું લખ્યું હતું તે જાણ ન હોવાથી અને ત્રણ થી ચાર વર્ષ સુધી ફરિયાદી રાંભીબેનના પતિ વેજાને વકીલો પાસે સહી કરાવવા લઇ જતા હતા.
વર્ષ ૨૦૨૬ સુધી કૌટુંબિક ભત્રીજાઓએ જમીનનો હિસ્સો નહિ આપતા જમીન મળી ન હતી એ દરમિયાન તેના પતિએ એવી વાત કરી હતી કે, જમીનની માપણી કરાવવા માટે લાખાએ તેના જાણીતા અને માથાભારે વજસી આલા ઓડેદરા ઉર્ફે વજસી મામા અને સરપંચ તરીકે રાજો મેર અને ખાપટમાં રહેતા ઈબ્રાહિમ લાખાને વાડીએ બોલાવ્યા હતા અને ભત્રીજાઓ કશું બોલે નહિ તે માટે આ લોકોએ મળીને જમીનના ભાગ પાડી દીધા હોવાની વાત કરી હતી. જમીનનો કબ્જો નહિ. મળતા ફરિયાદી રાંભીબેને લાખાને પૂછતા એવું કહ્યું હતું કે, આ બધા કાગળો તૈયાર થાય છે. થોડા સમયમાં તમારા નામે જમીન થઇ જશે.
જમીન અંગે છેતરપીંડીની ફરિયાદમાં જણાવ્યા મુજબ રાંભીબેનના પતિ વેજાભાઈની માલિકીની જમીન કિશોર આંત્રોલીયા અને આયુષ વિરામ કારાવદરાને વંહેચી નાખી છે તેમ જાણવા મળતા તેઓ ચોકી ઉઠ્યા હતા. તેઓ લાખા કેશવાલાના બોખીરામાં આવેલા ઘરે ગયા હતા પરંતુ તે હાજર મળ્યો ન હતો. તે દરમિયાન લાખો તેનું મકાન ખાલી કરી રાતડી ચાલ્યો ગયો હોવાની માહિતી મળી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
