૧પ રાજયમાં પ૬ શહેરોમાં સોની વેપારીઓ સાથે છેતરપીંડી કરનાર બંટી-બબલીને ઝડપી લેતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ
ધર્મેન્દ્ર ફાગુભાઇ શાહુ અને કિરણદેવી સંજય યાદવ સામે અનેક પોલીસ સ્ટેશનમાં ગુન્હા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૧: જુનાગઢ ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા જૂનાગઢ તેમજ કેશોદમાં સોની વેપારીઓને એક પુરૂષ તથા એક સ્ત્રી જૂના દાગીનાઓ કે જે દાગીનાઓ પ્રથમ દ્રષ્ટીએ જોતા તેમજ લેબમાં ટેસ્ટ કરાવતા પણ સોનાના હોવાનું જણાય આવતા હોય પરંતુ દાગીનાને ઓગાળતા તેમાંથી ૩૦% સોનું હોય તેવા આપી નવા દાગીના ખરીદી છેતરપીંડી આચરેલ હોવાનું જણાવેલ
જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જુનાગઢ વિભાગ, જુનાગઢ તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, જુનાગઢનાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા, જુનાગઢ શહેર વિભાગ, જુનાગઢનાઓની સૂચના મુજબ કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કે.એમ.પટેલ સા. દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ટેકનીકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ કરતા સંડોવાયેલ સ્ત્રી-પુરૂષના ફોટોગ્રાફ મેળવી તપાસ કરતા સ્ત્રી-પુરૂષ વડોદરા ખાતે હોવાની હકિકત મળતા તુરત ટીમને વડોદરા ખાતે રવાના કરી વડોદરા ખાતેથી બનાવમાં સંડોવાયેલ સ્ત્રી-પુરૂષ બંન્નેને હસ્તગત કરી અત્રે લાવી પુછપરછ કરતા બંન્ને છેલ્લા બે વર્ષથી પટનાના રવિ સોની તથા બનારસના સોનું કે જેઓ બંન્ને ૩૦ ગ્રામના દાગીનાઓ આપતા તે દાગીનાઓ સોની વેપારી-એક નજરે પારખી શકે નહીં તેમજ લેબ કરાવે તો પણ અન્ય ધાતુ મળી શકે નહીં તે માટે ૨૦ ગ્રામનો પંચ ધાતુનો દાગીનો બનાવી તેમના પર પોટાસ કેમીકલ ચડાવી તેમના પર ૧૦ ગ્રામ સોનાનો વરખ ચડાવી દાગીનાઓ બનાવી આપતા હતા. પોતે બંન્ને અલગ અલગ શહેરોમાં જઈ સોની વેપારીઓને દાગીનાઓ આપતા હતા તેમના બદલામાં સોનાની ચેઇન, વિંટી, બુંટી તથા રોકડ મેળવી છેતરપીંડી કરતા હતા જેના બદલામાં એક દાગીનાના વેચાણ પેટે રવિ સોની રૂ.૭૦૦૦/- આપતો હતો અને એક શહેરમાં એક જ વખત બનાવને અંજામ આપતા હોવાની કબુલાત આપેલ જે બંન્નેને કેશોદ પો.સ્ટે. આગળની કાર્યવાહી માટે સોપવામાં આવેલ છે.
પોલીસે ધર્મેન્દ્ર ફાગુભાઈ મખરૂભાઈ શાહુ જાતે ઠઠેરા ઉ.વ.૪૮ ધંધો કલરકામ તથા વેપાર રહે વોર્ડ નં.૬ રન ભુસીયારોડ થાના રજોૈન જી.ભાગલપુર બિહાર અને કિરણદેવી સંજયભાઈ જોરજરભાઈ યાદવ ઉ.વ.૪૧ ધંધો ઘરકામ રહે વોર્ડ નં.૬ રજોૈન ભુસીયા રોડ થાના રજોન જી.ભાગલપુર મુળ રહે મોહનપુર તા.સરમેરા જી.નાલંદા બિહાર ને ઝડપી લીધેલ છે. રવિ સોની અને સોનુ રહે. બનારસની શોધખોળ હાથ ધરાઇ છે.
ગુજરાત રાજયમાં અમદાવાદ, સુરત, બિલીમોરા, વાપી, નવસારી, વલસાડ, જુનાગઢ, કેશોદ, જેતપુર, ભુજ, અંજાર, પાલનપુર, મહેસાણા, દમણ, દાદરા નગર હવેલીના સેલવાસ સહિત ૧૫-રાજયોના કુલ-૫૬ શહેરોમાં સોની વેપારીઓ સાથે છેતરપીંડી આચરેલ છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. કે.એમ.પટેલ, કાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. પી.કે.ગઢવી, ડી.કે.ઝાલા, ડી.કે.પટેલ, ડી.પી.ભાટી તથા એ.એસ.આઇ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા, પો.હેડ કોન્સ. પળથ્વીરાજ વાળા, સાહિલભાઇ શમા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદિપભાઈ કનેરીયા, પો.કોન્સ. ભુપતસિંહ સિસોદીયા તથા મહિલા એ.એસ.આઇ. પ્રવિણાબેન કરંગીયા તથા ડ્રા. પો.કોન્સ. જયેશ બાંભણીયા વિગેરેએ કરી છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
