News of Wednesday, 21st January 2026
આમરણ નજીક ટ્રક પાછળ ટ્રેલર ઘુસી ગયું
જેસીબી સહિતના સાધનોની મદદ બાદ ટ્રેલર ચાલકને બહાર કાઢવામાં સફળતા

મોરબીઃ તા ૨૧, આમરણ ગામ નજીક માટી ભરીને જતા ટ્રક પાછળ ટ્રેલર ઘુસી ગયું હતું જે અકસ્માતમાં ટ્રેલરની કેબીનમાં ચાલક ફસાઈ જતા જેસીબીની મદદથી ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
માવના ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં માટી ભરેલા ટ્રક પાછળ ટ્રેલર ઘુસી ગયું હતું ટ્રક પાછળ ઘુસી જતા ટ્રેલરની કેબીનનો ભૂકો બોલી ગયો હતો અને ડ્રાઈવર ફસાઈ ગયો હતો જેથી સ્થાનિકો એકત્ર થયા હતા જેસીબીની મદદથી બોનેટમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો અકસ્માત બાદ હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા પોલીસ ટીમે દોડી જઈને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
