હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
જામનગરની સેન્ટઆન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ફી વધારે લેવામાં આવતી હોવાની બુમરાડ : જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાલીઓ દ્વારા રજૂઆત
ફી નિર્ધારણ સમિતિની નક્કી કરાયેલી ફી કરતા વધુ ફી લેવાતી હોવાના મુદ્દે શિક્ષણાધિકારી દ્વારા સમગ્ર મુદ્દે તપાસ કરવાની અને દોષિત હશે તો પગલાં લેવામા આવશે તેવી બાંહેધરી અપાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ : જામનગરની સેન્ટઆન્સ સ્કૂલમાં અચાનક જ વિદ્યાર્થીઓની ફી વધારે લેવામાં આવતી હોવાની બુમરાડ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ વાલીઓ દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને ફી નિર્ધારણ સમિતિની નક્કી કરાયેલી ફી કરતા વધુ ફી લેવાતી હોવાના મુદ્દે વાલીઓને આચાર્ય મળી પણ નથી રહ્યા આ તમામ મુદ્દાઓને લઈને રજૂઆત કરાતા શિક્ષણાધિકારી દ્વારા સમગ્ર મુદ્દે તપાસ કરવાની અને દોષિત હશે તો પગલાં લેવામા આવશે તેવી પણ બાંહેધરી આપી છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
