<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

જસદણના કમળાપુર પાસે ટ્રક-બાઈક વચ્‍ચે અકસ્‍માતઃ બે વ્‍યક્‍તિના મોત

બાઈક ઉપર સવાર સંભવિત મધ્‍યપ્રદેશ રાજ્‍યના બે વ્‍યક્‍તિના ઘટના સ્‍થળે જ મોત થયા હતા : અકસ્‍માત બાદ કપાસ ભરેલો ટ્રક રોડ ઉપર પલટી ખાઈ જતા ટ્રાફિક જામ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨૧: જસદણ ચોટીલા રોડ ઉપર આવેલા કમળાપુર ગામથી એક કિલોમીટર દૂર ટ્રક અને બાઈક અથડાતા બે વ્‍યક્‍તિના ઘટના સ્‍થળે મોત થયા છે અકસ્‍માત બાદ ટ્રક પણ પલટી ખાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આ અંગે કમળાપુરના પૂર્વ સરપંચ ધીરુભાઈ રામાણી કે જેઓ અકસ્‍માતની જાણ થતા ઘટના સ્‍થળે દોડી ગયા હતા. તેમના કહેવા મુજબ કપાસ ભરેલા ટ્રક જેનો નંબર GJ ૦૩ T ૦૯ ૧૧ અને M.P. ૬૯ Z DO ૬૦૭ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો જેમાં બાઈક ઉપર સવાર સંભવિત મધ્‍યપ્રદેશ રાજ્‍યના બે વ્‍યક્‍તિના ઘટના સ્‍થળે જ મોત થયા હતા અકસ્‍માત બાદ કપાસ ભરેલો ટ્રક રોડ ઉપર પલટી ખાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો મળતક બંને શખ્‍સોને જસદણ સરકારી દવાખાને પી.એમ.માટે ખસેડેલ છે આ બનાવની વધુ તપાસ ભાડલા પોલીસ ચલાવી રહી છે

(3:50 PM IST)