<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

જસદણના કમળાપુર નજીક કપાસ ભરેલા ટ્રક સાથે બાઈક અથડાતા બાઇકમાં સવાર બે લોકોના મોત

ટ્રક પલટી મારી જતા બાઈકમાં સવાર બે પરપ્રાંતિય યુવકના ઘટના સ્થળે મોત: ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

રાજકોટના જસદણના કમળાપુર નજીક કપાસ ભરેલા ટ્રક સાથે બાઈક અથડાતા બાઇકમાં સવાર બે લોકોના મોત થયા છે. મોરબીથી કપાસ ભરી ટ્રક જસદણ તરફ જતો હતો  ત્યારે કમળાપુર નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી મારી જતા બાઈકમાં સવાર બે  પરપ્રાંતિય યુવકના ઘટના સ્થળે મોત થયા હતા. ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાઈક ચાલક જીતેશ અને કાલુ અંજારના મોત થયા છે. અકસ્માતની ઘટનાની જાણ થતા તાત્કાલિક 112 અને ભાડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

(7:03 PM IST)