હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st January 2026
બગદાણાના હુમલા કેસમાં જયરાજ આહીર સહિતના આરોપીની રેન્જ આઇજી ઓફિસમાં લાંબી પૂછપરછ
પૂછપરછ બાદ બંને આરોપીઓનું મીડિયા સામે મૌન: કેસ સાથે જોડાયેલા અન્ય કડીઓની પણ તપાસ કરાશે

ભાવનગર બગદાણામાં હુમલા કેસમાં આખરે જયરાજ આહિરને SIT એ રેન્જ IG ઓફિસ બોલાવ્યા છે. રામભાઈ વાળા અને ચેતન ઊર્ફે આપા સોનીની પૂછપરછ પૂર્ણ થઈ છે. SIT એ બંનેને IG ઓફિસે બોલાવી પૂછપરછ કરી હતી. બે થી અઢી કલાક સુધી પૂછપરછ ચાલી હતી. પૂછપરછ બાદ બંને આરોપીઓનું મીડિયા સામે મૌન જોવા મળ્યું હતું. કેસ સાથે જોડાયેલા અન્ય કડીઓની પણ તપાસ કરાશે
અત્રે ઉલ્લેખનીય છે કે બગદાણા હુમલા કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા પૂછપરછ માટે રેન્જ IG ઓફિસે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું જયરાજ આહિરને સાંજે 5 વાગ્યે રેન્જ IG ઓફિસ ખાતે હાજર થવા જણાવાયું હતું
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
