<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

જામનગરના જકાતનાકા નજીક પેટ પેલેસમાં શોર્ટ સર્કીટથી આગ લાગી 2 પક્ષી અને 1 શ્વાનનું મોત: ઘાયલ પક્ષીઓને સારવારમાં ખસેડાયા

બંધ દુકાનમાં અચાનક જ ધુમાડા નીકળતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને કરી જાણ કરતા જવાનોએ પાણીનો મારો ચલાવ્યો

જામનગર : જામનગરમાં રાત્રે પેટ પેલેસ નામની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી, રાત્રીના બંધ દુકાનમાં આગ લાગી હોવાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો 

 જાણવા મળ્યા મુજબ જામનગરમાં જકાતનાકા પાસે આવેલ પેટ પેલેસ નામની પક્ષીઓની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, બંધ દુકાનમાં ધુમાડો નીકળતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી 

આગની આ ઘટનામાં એક પક્ષી અને એક શ્વાનનું મોત નીપજ્યું છે,જયારે અન્ય પક્ષીઓ ઘાયલ થયા છે 

 ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને ઘાયલ પક્ષીઓને તાતકાલિક સારવાર માટે ખસેડાયા હતા (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:15 AM IST)