<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

મોરબીમાં સગીરા સાથે અડપલા, મોટી બહેનને અમદાવાદ લઇ જઈને દુષ્કર્મ આચર્યું.

એ ડીવીઝન પોલીસે નરાધમ વિરુદ્ધ બે ફરિયાદ નોંધી તપાસ ચલાવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં એક જ પરિવારની સગીરા સહિતની બે દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી નરાધમે સગીરા સાથે શારીરિક અડપલા કર્યા બાદ બીજી દીકરીને બસમાં અમદાવાદ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બંને બનાવ અંગે પોલીસ ફરિયાદ નોધી તપાસ ચલાવી છે.

    મોરબીમાં સગીરા સાથે શારીરિક અડપલા અને યુવતી સાથે દુષ્કર્મની બે અલગ અલગ પોલીસ ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં મોરબીમાં રહેતા પરિવારની દીકરી કામે જતી હોય જ્યાં દિલસાદ નામના ઇસમેં સગીરાને પ્રેમજાળમાં ફસાવી અવાવરૂ જગ્યાએ લઇ જઈને શારીરિક અડપલા કર્યા હતા જે બનાવ મામલે પોલીસે પોક્સો એક્ટ ઉજ્બ ફરિયાદ નોંધી હતી.
  તેમજ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા બાદ પરિવારની યુવાન દીકરીને આરોપી દિલસાદ એસટી બસમાં અમદાવાદ લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બનતા પોલીસે બંને બનાવો મામલે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

(1:10 AM IST)