<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

કચ્છ યુનિવર્સિટીના નેશનલ વર્કશોપમાં કેમેસ્ટ્રીના છાત્રોને અમેરિકન કંપની એજિલન્ટના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન

વિવિધ વર્તમાન પ્રવાહો એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, ફ્લુઇડ ક્રોમેટોગ્રાફી, એટોમિક એબ્સોપર્શન સ્પેક્ટ્રોસ્કોપી, હૈ રિજોલ્યુશન ગેસ સહિતના વિષયો ઉપર માર્ગદર્શન અને ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર (કેમેસ્ટ્રી) ના છાત્રો સાથે નેશનલ વર્કશોપના ત્રીજા દિવસે અદ્યતન એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વિજ્ઞાનમાં નિપુણતાની ભાવનાને ઉજાગર કરવા માટે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંચાલિત આ વર્કશોપ જ્ઞાનસભર અને ટેકનિકલ દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યો.

વર્કશોપની શરૂઆત અમેરિકન કંપની એજીલેન્ટ ટેકનોલોજીના પરિચયથી થઈ, જેમાં શ્રી ચિરાગ ખંભાતી કે જેઓ આખા ભારત સાથે એશિયા પેસેફિક માં એજીલેન્ટ ટેકનોલોજીને રીપ્રેઝન્ટ કરે છે તેઓએ, એજીલેન્ટ ટેકનોલોજી કંપનીના વૈશ્વિક યોગદાન અને એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિસ્તારમાં તેમની ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી. 1999માં HP કંપની થી અલગ થઈને કંપનીની સ્થાપના થયેલી છે. 

શ્રી ચિરાગ ખંભાતી બાદ ડો. નિર્મલ ઠક્કર દ્વારા સુપર ક્રિટિકલ ફલુઇડ ક્રોમેટોગ્રાફી  કે જેને  અત્યંત આધુનિક અને ગ્રીન ટેક્નિક ગણવામાંઆવે છે અને જેલ પરમિશન ક્રોમેટોગ્રાફી પર વ્યાખ્યાન આપવામાં આવ્યું , જેમાં ટેકનોલોજીના ઔદ્યોગિક તથા મટિરિયલ સાયન્સમાં ઉપયોગો વિશે વાત કરી હતી. શ્રી પ્રવીણ પાઠક એ  અદ્યતન ટેકનિક્સ એટોમિક એબ્સોર્પશન સ્પેક્ટ્રોસ્કોપીનું વિવિધ એપ્લિકેશનમાં તેનું  મહત્વ સમજાવ્યું, અને રામન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા ફિલ્ડ ટેસ્ટિંગ કી રીતે કરી શકાય તેના વિષે માહિતી આપી હતી. શ્રી રોહિત ઓઝાએ હૈ રેજોલ્યૂશન ગેસ ગ્રોમેટોગ્રાફય માસ સ્પેક્ટરોસોપી  વિષય પર ખુબ જ અગત્યની માહિતી આપી, જે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક બની રહેશે. રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપથી વિદ્યાર્થીઓમાં અદ્યતન સાધનો પ્રત્યેની સમજણમાં વધારો થયો, જેના પરિણામે ઉદ્યોગ તથા સંશોધન ક્ષેત્ર માટે નવી દૃષ્ટિ વિકસિત થઈ. સમગ્ર દિવસ દરમ્યાન શીખવાની ઉત્સુકતા સ્પષ્ટતા થઈ, જે આ વર્કશોપનું મહત્વ દર્શાવે છે.  તેવું નેશનલ વર્કશોપ ના કોઓર્ડીનેટર ડો વિજય રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(9:31 AM IST)