હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉના પાસે ડમ્પર પાછળ બાઇક ઘુસી જતા અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૨૨, રાત્રીના આગળ જતા ડમ્પર પાછળ બાઇક ઘુસી જતા બાઇકસવાર જગદીશભાઇ પાંચાભાઇ (ઉ.વ.૨૨)નું મૃત્યુ થયુ છે.
રાત્રિના ઊના તાલુકાના ભીંગરણ ગામ ના જગદીશ ભાઈ પાંચા ભાઈ મકવાણા (ઉ. વ. ૨૨) મોટર સાયકલ નંબર GJ 32 R. 7469 ઉપર ભીંગરણ ગામ થી કેસરિયા ગામે તેમના પિતરાઈ ભાઈ બોટ માંથી માછીમારી કરી પરત ફર્યા હતા અને કેસરિયા ગામે રાહ જોઈ ને ઉભાહોય તેડવા જતા હતા ત્યારે તડ ગામ પાસે માધ્યમિક શાળા પાસે પહોચતા આગળ જતા એક ડમ્પર નંબર GJ 16 U 6603 માં પાછળ ના ભાગે મોટર સાયકલ અકસ્માતે ઘૂસી જતા જગદીશ ભાઈ ને ગંભીર ઈજાઓ થઈ હતી અને બેભાન હાલત માં ઊના સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ફરજ બજાવતા ડોક્ટરે તેમને માથા માં ગંભીર ઇજાઓને કારણે મોત થયા નું જાહેર કરેલ છે.
ડમ્પર ચાલક અકસ્માત કરી ડમ્પર મૂકી નાસી છૂટયો હતો. પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી આજુબાજુ ના સી. સી. ટીવી. ના ફૂટેજ ચેક કરી અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી છે. ભીંગરણ ગામે યુવાન નું મોત થતાં પરિવાર માં શોક છવાઈ ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
