હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરના ખોડુ ગામે ગૌચરની જમીનો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું: ઉભા પાકોને નુકસાન
૯૬૦ વિઘા જમીનનું ગૌચરમાં ખેતી શરૂ કરી દેતા ૨૬ ખેડૂતોને નોટીસ આપવામાં આવી હતી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રર : સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝન માંથી પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવી અને સુરેન્દ્રનગરના ગૌચર તેમજ સરકારી ખરાબાની જગ્યાઓ ખુલ્લી કરવાની તંત્ર દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં ખોડુ રૂપાવટી સહિતના ગામોમાં જે ૯૬૦ વિઘા જેટલી ગૌચરની જગ્યા દબાણ કરવામાં આવી છે તે દબાણ દૂર કરી અને ખુલ્લી કરવામાં આવી છે અને ખાસ કરીને ખેડૂતો દ્વારા ગૌચરની જમીનો ઉપર દાડમ જીરું અલગ અલગ પ્રકારના શાકભાજી નું વાવેતર કરી નાખવામાં આવ્યું હતું આ વાવેતર ઉપર પણ બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે.
તંત્રની ટીમ દ્વારા ૨૬ જેટલા ખેડૂતોને દબાણ કરવા બદલ નોટિસો આપવામાં આવી હતી તે છતાં પણ કોઈ પણ પ્રકારની ગૌચર જમીનમાં કરેલા દબાણો દૂર કરવામાં ન આવ્યા હતા.
૯૨ વીઘા જેટલી પ્રથમ દિવસે જમીન ખુલ્લી કરવામાં આવી છે આ કાર્યવાહી અગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ગાયો માટે આરક્ષિત આપેલી જગ્યાઓમાં ખેડૂતો દ્વારા વાવેતરો કરી નાખવામાં આવતા હતા અને ત્યારબાદ ગૌચરની જમીનો ઉપર ગેરકાયદેસર ખોદકામ પણ ચાલી રહ્યું હતું ત્યારે આગામી દિવસોમાં ગેરકાયદેસર ખોદકામ કરતાં તત્વો સામે પણ પગલાં ભરવા અંગેની તૈયારી તંત્રએ દેખાડી છે.
ખોડુ ગામની સીમમાં ૨૦૦૧ના વર્ષમાં તંત્ર દ્વારા ગૌચરની જમીનો ખુલ્લી કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા ૨૬ વર્ષથી અલગ અલગ પ્રકારે ગૌચરની જમીનો ઉપર કબજાઓ કરવામાં આવતા હતા અને ખેતરની બાજુમાં આવેલી ગૌચરની જમીનમાં વાવેતર પણ કરી નાખવામાં આવ્યું હતું અમુક ખેડૂતોએ પાંચ વીઘા જેટલી જમીન વાળી લઈ અને ફાર્મ હાઉસો બનાવી નાખ્યા હતા. આ સમગ્ર બાબતે તંત્રની ટીમ દ્વારા ૨૬ વર્ષ બાદ ડેમોલેશનની કામગીરી હાથ ધરી અને ગૌચર જમીન ઉપર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે.ખોડુ રૂપાવટી નગરા સહિતના ગામોની સિમોમાં ગેરકાયદેસર રીતે પથ્થરનું ખોદકામ કરી અને ગૌચર જમીન ઉપર ખનીજ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે હવે ખનીજ માફિયાઓ ઉપર પણ કડક પગલાં ભરવામાં આવે અને તેમના વિરોધમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવે.(૯.૧પ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
