હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
થાનગઢમાં રાત્રિના ડિમોલીશન : રપ૦ કાચા-પાકા મકાનો હટાવાયા
સૂર્યાચોકથી સોનગઢ સુધી દબાણ હટાવ ઝુંબેશ : ર૧૦ કરોડ ર૬ લાખની જમીન ખૂલ્લી થઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રર : સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં કાલે રાત્રીના મેગા ડિમોલીશન કરીને રપ૦ કાચા-પાકા મકાનો હટાવ્યા છે. અને ર૧૦.ર૬ કરોડની જમીન ખુલ્લી થઇ છે.
થાનગઢ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગૌચર કે અન્ય સરકારી હેતુની જમીનો પર બિનઅધિકળત રીતે દબાણ થયું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આ અંગે તપાસ હાથ ધર્યા બાદ મામલતદાર કચેરીએ સત્તાવાર નોટિસ જાહેર કરી હતી.
આ નોટિસ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૨૦૨ હેઠળ જારી કરવામાં આવી છે. તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે દબાણકર્તાઓએ નિયત સમયમર્યાદામાં, સામાન્ય રીતે સાત દિવસમાં, સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી લેવું જણાવ્યું હતું.
જો દબાણકર્તાઓ નિર્ધારિત સમયમાં કબજો ખાલી નહીં કરે, તો તંત્ર દ્વારા બળ-યોગ કરીને દબાણ હટાવવામાં આવશે. આ કાર્યવાહીનો તમામ ખર્ચ પણ દબાણકર્તાઓ પાસેથી વસૂલવામાં આવશે તેવી ચેતવણી પણ નોટિસમાં આપવામાં આવી હતી.
આ નોટિસને પગલે સ્થાનિક લેન્ડ માફિયાઓ અને ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારી મિલકતોના રક્ષણ માટે આગામી દિવસોમાં મોટા પાયે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.
થાનગઢમાં આવેલ સૂર્યા ચોક થી સોનગઢ સુધી સરકારી જમીનમાં અનેક ગેરકાયદેસર પાકા બાંધકામો કરી દબાણો કરવામાં આવેલ છે. જે દબાણો દૂર કરવા દબાણકર્તા ને મામલતદાર થાનગઢ દ્વારા ૬ ઓગસ્ટ ના રોજ નોટીસ આપવામાં આપેલ હતી, તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણ દૂર ન કરતા આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.થાનગઢ તાલુકો થાનગઢ ખાતે આવેલ સૂર્યા ચોક થી તરણેતર જવાના રસ્તા ની બંને બાજુએ આવેલ સરકારી સર્વે નંબર ૭૯, ૮૧,૮૯ તથા ૩૪૯ પર પાકું બાંધકામ કરી ૨૩૧(બસો એકત્રીસ) કોમર્શિયલ હેતુ સબબની દુકાનો, ૭(સાત) સેનેટરી વેરના કારખાનાઓ, દુકાનોમાં બનાવેલ હતા તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે
દબાણ હટાવતા સમયે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે હોસ્પિટલ પર બનાવી નાખવામાં આવી હોવાનું સામે આવતા આશાપુરા હોસ્પિટલ પર તોડી પાડવામાં આવી છે અને હોસ્પિટલ ના ડોક્ટર ઉપર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત ૧૭(સતર) જેટલા રહેણાંકના મકાનો એમ કુલ મળીને કુલ ૨૬૦ જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે ત્યારે આ મુદ્દે તપાસ કરવામાં આવતા કોમર્શિયલ તથા રહેણાંક હેતુ સબબ ઉપયોગ કરનાર ઇસમો પાસેથી દબાણદાર દ્વારા ભાડું ઉઘરાવતા હોવાનું સામે આવ્યું હતું.જે ધ્યાને આવેલ ઇસમો વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત થાનગઢ નગરપાલિકા ની અડીને આવેલ થાનગઢ,અમરાપર તથા સોનગઢ ગામની સરકારી જમીન કે જે જમીન પર દબાણદારો દ્વારા છેલ્લા ઘણા સમયથી કબજો કરી કોમર્શિયલ ધંધાઓ કરી વળતર મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે આ અંગે કુલ મળીને જમીન એ ૫૨-૦૦ ગુ. જેટલી દબાણ કરવામાં આવેલ સરકારી જમીનની હાલની બજાર કિંમત. ૨૧૦,૨૬,૦૦,૦૦૦/- (અંકે બસો દસ કરોડ છવ્વીસ લાખ રૂપિયા પુરા) જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે ત્યારે જે ખુલ્લી થયેલ જમીન પર ટૂંક સમયમાંથી તાર ફેન્સિંગની કરવા માટે કાર્યવાહી તેમજ સરકારી જમીન ની જાળવણી કરવા અર્થે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ જણાવ્યું છે.
તંત્ર દ્વારા ભરતભાઈ અનકભાઇ કરપડા, કુલદીપભાઈ ભરતભાઈ કરપડા, કાનભા છેલભાઈ ભગત,આલકુભાઇ કાથડભાઇ ભગત, ચાપરાજભાઈ વસ્તુભાઈ જળુ,અનકભાઈ દાદભાઈ ખાચર, ડો. મેરૂભાઈ વેલાભાઈ કુમારખાણિયા,પ્રદ્યુમનસિંહ એચ ચુડાસમા, ભાભલુભાઈ અનકભાઈ જળુ, વિપુલભાઈ પરસોત્તમભાઈ, ભગાભાઈ ભાવાજીભાઈ, ઉમેદભાઈ એભલભાઈ ધાધલ, કળણાલભાઈ હરેશભાઈ કડીવાળા, જીતેન્દ્રભાઈ વાઘાભાઈ રંગપરા, નરેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર, વિજયભાઈ છગનભાઈ સારદિયા, ખોડાભાઈ ઠાકરશીભાઈ મેણીયા, કિરણભાઈ અનિલભાઈ મૂળિયા, રાજેન્દ્રભાઈ દેવાયતભાઈ જળ, શિવમ સીરામીક, સામતભાઈ પોલાભાઈ, રાજુભાઈ ભગત , યોગેશભાઈ ભવનભાઈ સવાડીયા,મંગળુભાઈ બાબભાઈ ખાચર, શાંતુભાઇ દેવાતભાઈ જળું, ધનજીભાઈ અરજણભાઈ રંગપરા,રમેશભાઈ વામાભાઈ વનાળીયાએ કરેલ દબાણ દૂર કરેલ છે.(૯.૧૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
