બ્રહ્માકુમારીઝમાં ડૉ. દવે સાહેબના ''મધુબન'' ગૃહપ્રવેશ પ્રસંગે ૬૦થી વધુ ડોકટર્સનું દિવ્ય સન્માન

અમરેલી : ડૉ.એસ.આર.દવે સાહેબના નવા નિવાસસ્થાન ''મધુબન''ના શુભ ગૃહપ્રવેશ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના દિવ્ય અનુભૂતિ ભવનના હોલમાં એક દિવ્ય કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ૬૦થી વધુ પ્રતિષ્ઠિત ડોકટર્સનું દિવ્ય સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે ડોકટર્સની નિસ્વાર્થ સેવા, કરૂણા, અને માનવતા પ્રત્યેના યોગદાનને બિરદાવ્યું. ડોકટર સમાજ માટે આરોગ્ય સાથે સાથે આશા અને વિશ્વાસના પ્રેરક બને છે. જેના હાથોમાં દવા દિલમાં દયા અને સર્વ પ્રતિ દુઆ છે એજ ડોકટરની સાચી ઓળખ છે. એવો સંદેશ સાથે ''મધુબન'' ગૃહને શાંતિ, પવિત્રતા અને પ્રેમના કેન્દ્રરૃપે સ્થાપિત થવા માટે શુભકામનાઓ વ્યકત કરવામાં આવી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભાવનગરના રાજયોગીની બ્ર.કુ તૃપ્તિદીદી ખાસ ઉપસ્થિત રહયા. અમરેલી સેવા કેન્દ્રના બ્ર.કુ.ગીતાદીદી, અમરેલી જિલ્લાના સર્વ કેન્દ્રના બ્રહ્માકુમારી બહેનોએ હાજરી આપેલ ડૉકટર દવે સગા સંબંધીઓ ઇશ્વરીય પરિવાર અને આઈએમએના સદસ્યો મળી કુલ ૭૦૦ જેટલા ભાઈ બહેનોએ લાભ લીધો કાર્યક્રમનું સંચાલન બ્ર.કુ. કિજલબેને કરેલ. તેમ ફિલ્ડ રીપોટર બ્ર.કુ, આઈ.પી. બારડની યાદી જણાવે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
