હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરમાં બંધ ફલેટમાં ૧૦ લાખની મતાની ચોરીમાં બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરતા.૨૨: શહેરના માણેકવાડી સર્કલમાં આવેલ ઈનાયા બિલ્ડિંગના ફલેટમાં રહેતા અને વીઆઈપી પાર્ક, મોતીતળાવમાં વેપાર કરતા મહમદ આતિક અબ્દુલગની હતાણી ઉ.વ. ૫૧. વાળાએ ધોધારોડ પોલીસ મથકમાં એવા મતલબની કરિયાદ નોંધાવેલા કે ગત તા.૮ જાન્યુઆરીના રોજ તેઓ પરિવાર સાથે વડોદરા ખાતે. લગ્ન પ્રસંગે ઘરને લોક કરીને ગયૉં હતા. અને તા. ૧૦ના રોજ રાત્રીનૉં પરંત આવ્યા હતા અને ૧૨ તારીખેઃ તેઓને તેમના ઘરમાં ચોરી થઈ હતી. તપાસ કરતા કબાટમાંથી રોકડારૃ.૫.૫૦ લાખ તથા રૃ. ૪ લાખ ની કિમત ના દાગીના મળી કુલ રૃપિયા ૯.૫૦ લાખની ચોરી થયાનું જાણવા મળેલ. આથી તેમણે ફલેટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તા. ૯ના રોજ રાત્રીના બુરખા પહેરેલી અને મો પર નકાબ ભાયેલી મહિલાઓ ફલેટમાં આવીઅને લિફટમાં સાતમા માળે ગયેલ અને ત્યાંથી આઠમા માળે દાદરચડીને ગયેલ ત્યાંથી તેના ટેરેસમા ઉતારી જુલાનાં સહારે અંદર પ્રવેશી કબાટમાંથી રોકડ અને દાગીના ચોરી કરી નીકળેલ તેવા ફૂટેજ મળી આવ્યા હતા..આ અંગેની હંમદ આસિહ અબ્દુલગની એ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ભાવનગરની એલસીબી પોલીસે ચોરીના આ બનાવ અંગે બે મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે જેમાં તોસીફ શમશિર હમીદાણી, રૃકસારબેન તોસીફભાઈ તથા આઈસાબેન તોફીકભાઈ નો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
