હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામજોધપુરની મહિલાને કોર્ટ કેસ પાછો ખેંચી લેવા ધમકી દેતા વિષપાન કર્યુ : પિતા પુત્ર સહિત બે સામે પોલીસ ફરિયાદજામજોધપુરની મહિલાને કોર્ટ કેસ પાછો ખેંચી લેવા ધમકી દેતા વિષપાન કર્યુ : પિતા પુત્ર સહિત બે સામે પોલીસ ફરિયાદ

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર, તા.૨૨: જામજોધપુરમાં સાગરપા ચકલામાં રહેતી અંજનાબેન નટુભાઈ ખાંટ નામની ૪૯ વર્ષની પટેલ જ્ઞાતિની મહિલાએ પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને હાલ તેની ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર આર જાડેજા ઉપલેટાની હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને અંજનાબેન નું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેઓએ જામજોધપુરમાં જ રહેતા ચીમનભાઈ મોહનભાઈ ખાંટ અને તેના પુત્ર આશિષ ચીમનભાઈ ખાંટ ની ધાકધમકીના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું.
ફરીયાદીએ આરોપી ચીમનભાઈ સામે અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી, જેનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. જે કેસ પાછો ખેંચી લેવા માટે બંને આરોપીઓએ ધાકધમકી આપી સમગ્ર પરિવારને પતાવી દેવાનું જણાવતાં તેમજ આ કેસના એક સાક્ષી મૃત્યુ પામતાં અંજનાબેન હતાશ થઈ ગયા હતા, અને ડરના કારણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું છે, જેથી જામજોધપુર પોલીસે આરોપી ચીમનભાઈ મોહનભાઈ ખાંટ અને તેના પુત્ર આશિષ ચીમનભાઈ સામે ગુનો નોંધ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
