<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

સાઉદી અરેબીયામાં વરસાદી તાંડવ સર્જાયું

તાંડવ સર્જનાર આજ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સીસ્‍ટમ હવે કાશ્‍મીર અને ઉત્તરના રાજયોને ધમરોળશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., રરઃ રણ વિસ્‍તાર ગણાતા સાઉદી અરેબીયામાં ગઇકાલે અતિભારે તોફાની વરસાદ તથા કરાની વૃષ્‍ટિ સાથે ભારે તબાહીના દ્રશ્‍યો સોશ્‍યલમાં વ્‍યાપક જોવા મળી રહયા છે. મક્કા શહેર અને આસપાસ હેવી રેઇનફોલ અને તે કારણે પુરના દ્રશ્‍યો પણ આヘર્ય પમાડે છે.

કાસ્‍પીય સમુદ્ર થઇ આવતી આ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સીસ્‍ટમો સાઉદી અરેબીયા-અફઘાન-પાકિસ્‍તાનમાં પણ તબાહી સર્જીને કાશ્‍મીર પર આવે છે.

સાઉદી અરેબીયામાં તાંડવ સર્જીને આ સીસ્‍ટમ હવે કાશ્‍મીર પર વરસવાની શરૂ થઇ છે. જેનાથી અંદાજો નીકળે છે કે કાશ્‍મીર આસપાસ કેવી બરફ વર્ષા થશે? અને બાદમાં ગુજરાતમાં કેવી ખતરનાક ઠંડી પડશે.

 

 

(11:48 AM IST)