હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તમામ સવાલોના જવાબ આપ્યા છે જયારે ‘‘સીટ’’ ટીમ બોલાવશે ત્યારે હાજર થઇશઃ જયરાજ આહીર
બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયા ઉપર હુમલા પ્રકરણમાં માયાભાઇ આહીરના પુત્રની પુછપરછ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૨ઃ ભારે ચર્ચાસ્પદ બનેલા બગદાણા કોળી યુવાનના હુમલા પ્રકરણમાં આજે તપાસ કરતી સીટ સમક્ષ જયરાજ આહીર નિવેદન આપવા હાજર થયા હતા જેની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. જયરાજ આહીર ઍ જણાવ્યું હતું કે તમામ સવાલોના જવાબ આપ્યા છે જ્યારે બોલાવશે ત્યારે હાજર થઈશ.
બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં અંતે લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર SIT સમક્ષ હાજર થયા છે. સીટ સમક્ષ સાડા ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં જયરાજ આહિરે મીડિયાને જણાવ્યું હતું કે તેમને તમામ સવાલોના જવાબ આપ્યા છે. જ્યારે બોલાવશે ત્યારે હાજર થઈશ. નવનીત બાલધિયાઍ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. બે દિવસ પહેલાં SIT સમક્ષ નિવેદન આપવા આવેલા બાલધિયાઍ હુમલા કેસને લઈ લ્ત્વ્ને ૧૫ પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો.
નવનીત બાલધિયા પર થયેલા હુમલાના ગાંધીનગર સુધી ઘેરા પડઘા પડ્યા બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. ટીમ દ્વારા કેસ સાથે સંકળાયેલા પોલીસ ઈન્સ્પેક્ટરો અને ભોગ બનનાર નવનીત બાલધિયાનું નિવેદન લીધા બાદ જયરાજ આહીરને હાજર થવા સમન્સ પાઠવવામાં આવતા તે હાજર થયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
