<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ગોંડલમાં શો રૂમમાં ભાગીદારી આપવાનું કહી ચોરડીના યુવાન સાથે ર.૭૦ લાખની ઠગાઇ

રાજકોટ, તા., રરઃ ગોંડલમાં શો રૂમમાં સાયલન્‍ટ ભાગીદારી આપવાનું કહી ચોરડીના યુવાન સાથે ર.૭૦ લાખની ઠગાઇ થતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ મેઘરાજસિંહ મહાવીરસિંહ ઝાલા રે. ચોરડીએ આરોપી કરણ રાજેન્‍દ્રભાઇ બાલચંદાણી રહે. ગોંડલ ભોજરાજપરા અંબીકાનગરસામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીએ ફરીયાદી સાથે પહેલેથી જ છેતરપીંડી ઠગાઇ કરવાના ઇરાદે લલચાવી ફરીયાદી પાસેથી પૈસા પડાવવા, પ્રથમ ફરીયાદી સાથે મીત્રતાના સંબંધો સ્‍થાપીત કરીને ધંધામાં રોકાણના નામે ફરીયાદીને છેતરપીંડી ઠગાઇ કરવાના  ઇરાદે વિશ્વાસ લઇને ફરીયાદીના એ.કે.મેન્‍સ શોરૂમના ધંધામાં ભાગીદારીની લાલચ આપતા ફરીયાદીએ મીત્રતાના નાતે રૂા. ર,૭૦,૦૦૦ નું રોકાણ કરવાનું કહી ધંધામાં મોટો નફો હોવાનું અને ફરીયાદી પૈસાનુ રોકાણ કરશે તો તેને સાયલન્‍ટ ભાગીદારી આપવાનું કહી ફરીયાદીને કાપડના હોલસેલ ધંધામાં કુલ રૂા. ર,૭૦,૦૦૦નું રોકાણ કરવાનું કહી પૈસા પડાવી આરોપીએ ફરીયાદીને તેમના પૈસા પાછા નહી આપી છેતરપીંડી ઠગાઇ કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે ગોંડલ તાલુકા પોલીસે ગુન્‍હો તપાસ કરી તપાસ હાથ ધરી છે.

(11:34 AM IST)