હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી કાર્ડ રદ કરવા માટે ૧.૩૮ લાખ વાંધા અરજીઓ રજૂ થતા ચકચાર
ફોર્મ ૦૭ મુજબનો ડેટા રજૂ કરવામાં આવતા નામ કમી થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. રર :.. સમગ્ર ગુજરાત રાજ્યમાં એસઆઇઆર ની કામગીરી ચાલી રહી છે પહેલા બી.એલ.ઓ અને હવે ત્યારબાદ તંત્રની ટીમો દ્વારા આ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે ફોર્મ મળ્યા છે તેનું વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ફોર્મ નંબર ૦૬ ફોર્મ નંબર ૦૬ખ્ તેમજ ફોર્મ ૦૭ અને ૦૮ એના આંકડાઓ સુરેન્દ્રનગર ચૂંટણી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે જેમાં બીએલઓ પાસે જ્યારે કામગીરી હતી તેમાં કોઈપણ પ્રકારની વાંધા અરજીઓ આવી ન હતી અને એસઆઇઆર ની સમગ્ર કામગીરી અને પ્રક્રિયા દરમિયાન માત્ર બીએલઓને ૦૭ નંબરના ફોર્મની ૪૨૯ જેટલી અરજીઓ મળી હતી.
પરંતુ સાત નંબરનો ફોર્મ નો ઉપયોગ ચૂંટણી કાર્ડ રદ કરવા માટે કરવામાં આવતો હોય છે અને આ ફોર્મ નો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે અને વાંધા અરજી તરીકે સાત નંબરનું ફોર્મ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે ત્યારે બીએલઓ દ્વારા સોંપવામાં આવેલી યાદી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર સાત નંબરના ફોર્મ ની વાંધા અરજીની સંખ્યા ૧,૩૫૮ જેટલી હતી પરંતુ ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયામાં તંત્ર ના અધિકારીઓ જોડાયા હતા અને ચૂંટણી કાર્ડ વાંધા અરજી ની સંખ્યા ગણતરીના દિવસોમાં જ ૧.૩૮ લાખ જેટલી થઈ ગઈ હતી એટલે આ સમગ્ર ચૂંટણી કાર્ડ રદ કરવા અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય ત્યારે આ સાત નંબરના ફોર્મ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે હજુ પણ ૩૦ જાન્યુઆરી સુધી આ કામગીરી ચાલવાની છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જો ૧.૩૮ લાખ મતદાતાઓ અંગે વાંધા અરજી રજૂ કર્યા બાદ કોંગ્રેસ પણ ચોકી ઉઠી છે અને હવે આ મુદ્દે વિશ્લેષણ ઙ્કક્રિયા શરૂ કરવામાં આવી છે જ્યાં લઘુમતી સમાજના અને કોંગ્રેસના સેફ મત છે તે તોડવા માટે આ પ્રકારના કામગીરી કરવામાં આવી હોવાનો હવે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એક સાથે મતદાતાઓની સંખ્યા રદ કરવા માટે ૧.૩૮ લાખ જેટલી વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે અને હજુ પણ ૩૦ જાન્યુઆરી સુધી તેની ડેડ લાઈન વધારવામાં આવી છે એટલે હજુ પણ આ આંકડો વધી શકે તે પ્રકારની શકયતાઓ કોંગ્રેસે વ્યક્ત કરી છે.
મતદાતાઓના ખોટી રીતે ચૂંટણી કાર્ડ રદ કરવા અંગે એક પ્રકારે ષડયંત્ર રચવામાં આવ્યા હોવાનો સુરેન્દ્રનગર કોંગ્રેસનો આક્ષેપ છે અગામી દિવસોમાં આ મુદ્દે કોંગ્રેસ જિલ્લા કલેકટર સાથે બેઠક યોજશે અને જરૂર પડશે તો આંદોલનનો માર્ગ પણ અપનાવશે કોંગ્રેસના અસ્તિત્વનો સવાલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જો કોંગ્રેસના નિヘતિ મત ગણવામાં આવે છે તેવા વિસ્તારોમાંથી જ મતદાતાઓની સંખ્યા કમી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે.
આ સમગ્ર ઘટનાને હવે કોંગ્રેસ ગંભીરતાથી લઈ રહી છે ત્યારે કોંગ્રેસ પોતાના અસ્તિત્વ સામે હવે લડત આપશે તે અંગેનો હુકાર કરવામાં આવ્યો છે એક સાથે જિલ્લાના ૧.૩૮ લાખ ચૂંટણી કાર્ડ ધારકોને નોટિસો આપવામાં આવી છે કે પછી તેમની જાણ બહાર જ તેમના ચૂંટણી કાર્ડ રદ કરી નાખવામાં આવશે તેવા સવાલો પણ તંત્ર સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકામાં ચૂંટણી કાર્ડ રદ કરવા અંગે રજૂ કરવામાં આવેલી વાંધા અરજીઓની આંકડાકીય વિગતો દશાડા ૨૮૪૧૩, લીંબડી ૩૦૮૩૩, વઢવાણ ૫૩૦૧૧, ચોટીલા ૨૮૧૩૮, ધ્રાંગધ્રા ૩૨૩૯૮, કુલ. ૧,૩૮,૭૭૭ મુજબ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
