<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

થાનગઢ લોકઅપમાં રહેલ સ્‍વામી રામદાસ મહાત્‍યાગી પોલીસને ચકમો આપી ફરાર

મંદિર અને ગૌશાળાના નામે ટીકીટો વેચાણ કરી અને ડ્રો કરવાના નામે ૩.૦૯ કરોડની છેતરપીંડીના પ્રકરણમાં : આરોપી નાશી ગયા બાદ ૧૦ ટિમો કામે લગાવામાં આવીઃ બે દિ'ના રીમાન્‍ડ ચાલુ હતાઃ છેલ્લે જોરાવરનગર વિસ્‍તારમાં દેખાયા હોવાનું અનુમાન

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રરઃ તાજેતરમાં થાનગઢ ખાતે કળષ્‍ણ ગૌશાળા અને અનસોયા આશ્રમના લાભાર્થે ઇનામી લકી ભેટ યોજના દ્વારા ગેરકાયદેસર અને લોભામણી જાહેરાત કરી અને અનઅધિકળત રીતે ટિકિટો છપાવી અને ૩.૦૯ કરોડની ઉચાપત કરવામાં આવી હતી આ મુદ્દે પોલીસ ફરિયાદી બની અને તપાસ કરી અને આ ઘટનાના પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્‍યા હતા જેમાં રામદાસ મહાત્‍યાગી સ્‍વામીની પણ અટકાયત કરવામાં આવી હતી તે પોતે ઇન્‍દોર મધ્‍ય પ્રદેશ ખાતે રહેતા હોય અને થાનગઢ વિસ્‍તારમાં વસવાટ કરતા હોવાનું પણ સામે આવ્‍યું હતું.

કોર્ટમાં હાજર કરી અને તમામના બે દિવસના રિમાન્‍ડ પણ માંગવામાં આવ્‍યા હતા પરંતુ રામદાસ મહા ત્‍યાગી સ્‍વામી દ્વારા અચાનક છાતીમાં દુખાવા નું બહાનું કાઢી અને બહાર બેસાડવા માટેની માંગ કરવામાં આવી હતી જોકે હાજર સ્‍ટાફ દ્વારા તેમને લોકઅપની બહાર બેસાડવામાં આવ્‍યા હતા. પરંતુ જોત જોતામાં રામદાસ સ્‍વામી ફરાર થઈ ગયા હતા અને આ બાબતની તપાસ કરવામાં આવતા પોલીસ સ્‍ટેશનમાંથી નાસી ગયા હોવાનું સામે આવ્‍યું હતું.

હાલ સ્‍વામી બે દિવસના રિમાન્‍ડ ઉપર છે ત્‍યારે આ પ્રકારની ઘટના બનતા અને બેદરકારી સામે આવતા ચકચાર ફેલાઈ છે. સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ અને સુરેન્‍દ્રનગર એસ ઓ જી અને સ્‍થાનિક પોલીસની અલગ અલગ ૧૦ જેટલી ટીમો સ્‍વામીને ગોતવા માટે કામે લગાવવામાં આવી છે ત્‍યારે છેલ્લું લોકેશન જોરાવરનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારનું અને મૂળીથી બાઈક ઉપર બેસી અને જોરાવનગર તરફ આવ્‍યા હોવાનું સામે આવતા આ મુદ્દે પણ આજુબાજુના સીસીટીવી ફૂટેજ પોલીસ વિભાગ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે..

આજુબાજુના રેલવે પ્‍લેટફોર્મ તેમજ બસ સ્‍ટેન્‍ડ અને જાહેર જગ્‍યા ના સ્‍થળોના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાના પોલીસ વિભાગની ટીમોએ શરૂ કર્યા છે.(૬.૭)

(11:35 AM IST)